ખંભાળિયાના સુવિખ્યાત ખામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભસ્મ આરતી શ્રૃંગારના દર્શન યોજાયા

0

ભગવાન ભોળાનાથને પ્રિય ભસ્મ શ્રૃંગાર આરતીના દર્શન કે જે મહાકાલેશ્વરના વિશ્વવિખ્યાત છે, તે પ્રકારના દર્શન ખંભાળિયાના પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવના મંદિર ખાતે યોજવામાં આવ્યા હતા. ખંભાળિયાના પાદરમાં આવેલા આશરે પાંચ સદી જુના પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી ખામનાથ મહાદેવના મંદિર ખાતે દર વર્ષે ભસ્મ આરતી શ્રૃંગારના દર્શન યોજવામાં આવે છે. આ વર્ષે પણ અમાસ નિમિત્તે આજે મોડી રાત્રે ભોળાનાથના ભસ્મ આરતી શ્રૃંગારના દર્શન યોજવામાં આવ્યા હતા. મહાકાલેશ્વર જયોર્તિલિંગની જેમ આશરે રાત્રિના સાડા ત્રણેક વાગ્યે યોજવામાં આવેલા આ સુંદર દર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ હોય, અમાસ નિમિત્તે યોજવામાં આવેલા ભસ્મ આરતી શ્રૃંગારના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લીધો હતો. આ દર્શન સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.

error: Content is protected !!