તાજેતરમાં દિલ્હી ખાતે એક ઇન્ટરનેશનલ ટેકનોક્ષીયન રોબો ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમે પાર્ટિશીપેટ કરેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ એક રોબોટ બનાવવાનો હોય છે તથા તેનું પ્રેઝન્ટેશન આ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં આપવાનું હોય છે તેમાં શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રોબોકાર તૈયાર કરવામાં આવ્યો હતો અને દિલ્હી ખાતે યોજાયેલ આ વર્લ્ડસ બિગેસ્ટ રોબોટિક્સ ચેમ્પિયનશીપમાં રોબો ટ્રેક ફાઈન્ડરમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેઓનું પ્રેઝન્ટેશન ખૂબ સરસ રહ્યું હતું. ટીમના સભ્યો માધવરાય, કૃતિક, દીપ અને અલ્પેશભાઈને સ્કૂલના સ્થાપક પૂજ્ય મુક્તાનંદબાપુ તથા ગિજુભાઈ ભરાડ અને ડાયરેક્ટર ડો.માતંગભાઈ પુરોહિત દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીઓ તથા તેના પેરેન્ટસ આ પ્રકારના રીઅલ ઇન્ટરનેશનલ એક્સપોઝરને કારણે પ્રેમાનંદ સ્કૂલના કાર્યથી ખૂબ ઉત્સાહી થયા છે અને સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ પણ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત થયા છે.