સોમનાથ મહાદેવની પાવન ભૂમિ ઉપર શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર વંદનીય વડીલ ડો.તન્નાની વિદાયથી પંથકમાં શોકની લાગણી પ્રસરી

0

લોહાણા જ્ઞાતિરત્ન આદરણીય પરમ રામ ભકત ડો.આર.જી. તન્ના ઉ.વ.૧૦૧નું તા.૨૬ ના શુક્રવારે નિધન થતા વેરાવળ શહેર તથા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરેલ છે. સદગતના દિવ્યાત્માની પ્રાર્થના શોકસભા તા.૨૯-૮-૨૦૨૨ને સોમવારે સાંજે પાંચ થી છ કલાકે લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે અને લોહાણા સમાજ દ્વારા સોમવારે બપોર પછી પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી સદગત ડો. તન્નાને શ્રધ્ધાંજલી અર્પણ કરનાર છે. સ્વ. ડો. તન્ના જીવન પર્યન તબીબી સેવામાં અગ્રેસર રહેલ અને નિસ્વાર્થભાવે વેરાવળ સોમનાથ શહેર તથા પંથકના તમામ લોકોની તબીબી સેવા સારવાર કરી સેવાભાવી ડોકટર તરીકે ખ્યાતી મેળવેલ છે. સદગત ડો. તન્ના વેરાવળ એજયુકેશન સોસાયટી શૈક્ષણિક સંસ્થાના સ્થાપક પ્રમુખ રહેલ હતા. આ સંસ્થા હેઠળ જે.પી. પ્રાથમિક શાળા, સોનેચા કોલેજના ટ્રસ્ટી ઉપરાંત લોહાણા સાર્વજનિક હોસ્પીટલના સ્થાપક રહેલ હતા. આ ઉપરાંત લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ સાથે જાેડાઇ સેવા આપી રહેલ હતા. ડો.તન્ના દ્વારા તાવ, ઉધરસ, શરદી, કળતર જેવી બીમારી માટે અકસીર એવી તેમણે લખેલ દવાનો ભાગ રૂા.૧૦ જેવા સસ્તા દરે શહેરના તમામ મેડીકલ સ્ટોરમાં ઉપલબ્ધ મળતા હતા અને આગામી સમયમાં પણ આ દવાનો ભાગ લેવા જતા લોકો ડો. તન્નાને યાદ કરતા રહેશે. આ દવાનો ભાગ વેરાવળ સોમનાથ શહેર પંથક ઉપરાંત આસપાસના ગામના લોકો ઉપરાંત દુર દુર રહેવા ગયેલા લોકો પણ હાલના સમયમાં અત્રેથી મંગાવી રહ્યા છે. તો વિદેશમાં વસેલા સ્થાનીક લોકો પણ ડો. તન્નાનો દવાનો ભાગ તેમની સાથે લઈ જઈ રહ્યા છે.

error: Content is protected !!