જૂનાગઢમાં જુગાર દરોડો : સાત ઝડપાયા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે બજરંગનગર, ફાર્મશી નજીકથી જુગાર અંગે દરોડો પાડી સાત શખ્સોને રૂા.૧૧,ર૬૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જયારે મેંદરડા તાલુકાનાં સમઢીયાળા ગામે મેંદરડા પોલીસે પાડેલા જુગાર દરોડામાં ૪ શખ્સોને રૂા.૬,૧૧૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત માળીયા હાટીના પોલીસે વડીયા ગામની જુની સીમમાં આવેલ એક વાડીમાં જુગાર અંગે દરોડો પાડતા પાંચ શખ્સોને રૂા.૧,૮૪,૪૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે એક શખ્સ નાશી છુટતા તેની ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.

ભેંસાણનાં ખંભાળિયા ગામે અગાઉનાં મુનદુઃખે હુમલો, નુકશાન કર્યું
ભેંસાણ તાલુકાનાં ખંભાળિયા ગામનાં રોહીતભાઈ બધાભાઈ સોલંકી(ઉ.વ.ર૬)એ અરજણભાઈ લખમણભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ ફરિયાદી સાથે ઘણા સમયથી કંન્ટ્રકશન તેમજ ગ્રામપંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી બાબતે મનદુઃખ રાખી અને ફરિયાદીએ રાખેલ કામમાં અરચણરૂપ થવાનાં ઈરાદે તા.ર૩-૮-ર૦રરનાં રોજ ફરિયાદની પાર્ટનરો સાથે બોલાચાલી કરી, ધમકી આપી તેમજ કંન્ટ્રકશનનાં કામ માટે લીધેલ પીવીસી લાઈન નંગ-ર૬ તોડી નાખી રૂા.ર૬,૦૦૦નું નુકશાન પહોંચાડીયાની ફરિયાદ પોલીસમાં થતા ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ડુબી જવાથી મૃત્યું
માળીયા હાટીનાનાં ગડુ ગામે રહેતા નાથાભાઈ પુનાભાઈ ગરચર(ઉ.વ.પર) ગડુ નજીક આવેલ મેઘલ નદીમાં હાથ-પગ ધોવા જતા અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડુબી જવાથી તેઓનું મૃત્યું થયું છે. ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!