અભ્યાસ માટે વિદ્યાર્થીને સહાયરૂપ બની જૂનાગઢ પોલીસે દાખવી પ્રસંશનીય કામગીરી

0

જૂનાગઢ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝડીયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા અને જૂનાગઢ શહેરમાં પ્રાઇવેટ નોકરી કરતા એક મહિલા પોતાના ધોરણ ૧૧માં અભ્યાસ કરતા પુત્ર સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને રૂબરૂ મળી, જાણ કરેલ કે, પોતે એકલી પોતાના દીકરા સાથે રહેતી હોય, બીજું ઘરમાં કોઈ કમાવવાવાળું નહી હોય, પ્રાઇવેટ નોકરી કરીને જીવન ગુજરાન ચલાવતા હોય, પોતાના દીકરો ધોરણ ૧૦માં પાસ થયેલ છે. પરંતુ, શાળાની ફી રૂા.૮૦,૦૦૦/- બાકી હોય, પોતાની પરિસ્થિતિ રૂા.૩૦,૦૦૦/- ભરી શકાય તેમ હોય, પૂરી ફી ભરો તો જ શાળા સંચાલકો પોતાના પુત્રનું લિવિંગ સર્ટિફિકેટ આપે, તેવું જણાવી, પોતાના પુત્રનું લિવિંગ સર્ટિ આપતા નથી. જેના કારણે પોતાના પુત્રનો અભ્યાસ બગડે છે. પોતાની પરિસ્થિતિ નબળી હોય, પોતે માંડ માંડ પૂરૂ થતું હોય, કોઈપણ સંજાેગોમાં પોતે પૂરી ફીના રૂા.૮૦,૦૦૦/- ભરી શકે તેમ ના હોય, પોતાના પુત્રનું સર્ટિ ના મળવાના કારણે બીજી સરકારી સ્કૂલમાં પણ એડમિશન મળતું ના હોય, શાળા સંચાલકોએ સમજાવી, પોતાના પુત્રના અભ્યાસ માટે મદદ કરવા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. મહિલા અરજદારની પરિસ્થિતિ સંજાેગો જાેતા, પુત્રના અભ્યાસનો પ્રશ્ન હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, હે.કો. શૈલેષભાઈ, જીઆરડી જવાન અનિલભાઈ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાન મુકેશભાઈ મહેતા મારફતે શાળા સંચાલકનો સંપર્ક કરી, આખી વિગતથી માહિતગાર કરી, મહિલા જરૂરિયાત વાળા હોય, તેના પુત્રને મદદ કરવા વિનંતી કરતા, અરજદાર મહિલા અને તેના વિદ્યાર્થી પુત્રને શાળાએ મોકલતા, યુવાનની રૂા.૫૦,૦૦૦/- જેટલી માતબર રકમ આશરે ૬૫ ટકા ફી માફી કરી, બાકીની ફી લઇ, લિવિંગ સર્ટિફિકેટ આપી, મહિલાના પુત્ર એવા વિદ્યાર્થીના આગળના ભણતરનો માર્ગ મોકળો થયેલ હતો. સામાન્ય કુટુંબના અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, શાળા સંચાલક અને આગેવાન મુકેશભાઈ મહેતાનો આભાર વ્યક્ત કરી, અરજદારને પોતાના પુત્રના ભણતરમાં ધ્યાન આપવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાને મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, રૂબરૂ મળી, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના પુત્રનું ભણતર અટકી જાત, વર્ષ બગડત અને જીવનમાં તકલીફ પડત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારના પુત્રને અભ્યાસનો માર્ગ મોકળો કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

error: Content is protected !!