Monday, December 5

આજે૨૯ ઓગસ્ટ : રાષ્ટ્રીય રમતગમત દિવસ

0

રેજિમેન્ટની ફરજાે પૂરી કર્યા પછી ચંદ્રના પ્રકાશમાં રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા : તેથી તેમને ધ્યાન ‘ચાંદ’ નામ મળ્યું હતું : ‘લૌઝેન ડાયમંડ લીગ’નું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપરા
રાષ્ટ્રીય રમતગમત દિવસ “ધ વિઝાર્ડ ઓફ હોકી” મેજર ધ્યાનચંદના જન્મ દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ ૨૦૧૨થી શરૂઆત કરવામાં આવી હતી. રમતગમતથી બાળકોને અને યુવાનોને આનંદ મળે છે તથા તેમના શરીરનો વિકાસ સધાય છે. રમતગમત આપણને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે તેમજ સહનશક્તિ, કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ, ઊંઘ, સંકલન અને સંતુલન સુધારે છે. રમતગમત સ્થૂળતાના જાેખમને ઘટાડે છે તેમજ હાડકાં, સ્નાયુઓ, અસ્થિબંધન અને કરોડરજ્જુની તંદુરસ્ત વૃદ્ધિમાં મદદ કરે છે. રમતગમત શારીરિક રીતે શરીરને વધુ સ્વસ્થ બનાવે છે. આ સાથે સહકાર અને નેતૃત્વ સહિત સામાજિક અને આંતરવ્યક્તિત્વ કૌશલ્યોને સુધારે છે. તેમજ ટીમ-અને-સ્પર્ધાત્મક ભાવના શીખવે છે. સફળતાનો આનંદ કેવી રીતે લેવો અને નિષ્ફળતાને કેવી રીતે સ્વીકારવી એ શીખડાવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ વિવિધ દેશોમાં રમતગમતની ટીમો અને તે દેશોની વિવિધ રમતોની પરંપરાઓનું સન્માન કરવા ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસને ૨૯ ઓગસ્ટના રોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતી ઉપર ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદ એવા હોકી પ્લયેર કે જેમણે વર્ષ ૧૯૨૮,૧૯૩૨,૧૯૩૬માં સુવર્ણ ચંદ્રક મેળવીને ભારત દેશને વિશ્વમાં ગર્વ અપાવ્યો હતો. સતત ત્રણ વખત સુવર્ણ ચંદ્રકો મેળવી હેટ્રિક બનાવવામાં મેજર ધ્યાનચંદની ભૂમિકા મહત્વની રહી હતી. મેજર ધ્યાનચંદનો જન્મ પ્રયાગરાજ ઉત્તરપ્રદેશમાં રાજપૂત પરિવારમાં થયો હતો. મેજર બ્રિટિશ ભારતીય સેનાની રેજિમેન્ટલ ટીમમાં હતા અને આ રેજિમેન્ટલ ટીમ સાથે હોકી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે દિવસ દરમ્યાન તેઓ રેજિમેન્ટની ફરજાે પૂરી કર્યા પછી ચંદ્રના પ્રકાશમાં રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા. તેથી તેમને ધ્યાન ‘ચાંદ’ નામ મળ્યું હતું. ભારતનો રાષ્ટ્રીય રમતગમત દિવસએ દેશ માટે તેના રમતના નાયકોને માન્યતા, પ્રશંસા અને અનુકરણીય પુરસ્કારોથી સન્માનિત કરવાની તક પણ છે, જેમ કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન જેને શરૂઆતમાં રાજીવ ગાંધી ખેલ રત્ન તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે જ રમતગમત જગતમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓનો ફાળો પણ મહત્વનો છે.
“બે બાળકોની માતા હોવાને કારણે, જાે હું મેડલ જીતી શકું
તો તમે બધા પણ જીતી શકો. છોડશો નહીં; મને ઉદાહરણ તરીકે લો.” : મેરી કોમ
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ઈતિહાસમાં પહેલીવાર એકસાથે ૬ મહિલાઓએ ઓલિમ્પિકમાં ભારતને ગર્વિત કર્યા છે. ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ, એલાવેનિલ વાલારિવન, અંકિતા રૈના, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા અને પારૂલ પરમાર ટોક્યો ઓલમ્પિક-પેરામાં ભાગ લીધો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય, રાષ્ટ્રીય તેમજ વિશ્વ કક્ષાએ વિવિધ ગેમ્સમાં ભાગ લેવા પ્રોસાહિત કરવામાં આવે છે. જેમાં કોમન વેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ સહિતની વિવિધ રમતોમાં વઘુને વઘુ રમતવીરો ભાગ લે તેવો અભિગમ કેળવવામાં આવ્યો છે. તા.૨૬ ઓગસ્ટને શુક્રવારના રોજ સ્વિટ્‌ઝરલેન્ડ ખાતે નીરજ ચોપરાએ ‘લૌઝેન ડાયમંડ લીગ’નું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની ઇતિહાસ રચ્યો છે. ઓલમ્પિક હીરો નીરજ ચોપડાએ ભાલાને ૮૯.૦૮ મીટર સુધી ફેંકીને સાચા અર્થમાં આવનારા રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉપર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે.

error: Content is protected !!