જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં ભાદરવી અમાસની ભાવભેર ઉજવણી

0

ભાદરવી અમાસનાં આજનાં દિવસે જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પિતૃ તર્પણ માટેનાં શ્રેષ્ઠ સ્થળ ગણાય છે ત્યાં માનવ મેરામણ ઉમટી પડેલ છે. આજે ભાદરવી અમાસનું સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. તેવામાં આજના દિવસે જૂનાગઢમાં દામોદર કુંડમાં પિતૃતર્પણની સાથે સ્નાન વિધિ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એટલે અહીં મોટી સંખ્યામાં લોકોની ભીડ જાેવા મળી હતી. જૂનાગઢ આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ છે. ત્યારે આજના દિવસે પિતૃ તર્પણ કરવાને લઈને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવ્યું છે. ભાદરવી અમાસના દિવસે પવિત્ર ઘાટ સરોવર અને નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે દામોદર કુંડમાં ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણની સાથે સ્નાન વિધિ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
ભાદરવી અમાસનો દિવસ પિતૃતર્પણ માટે છે શ્રેષ્ઠ
આજે ભાદરવી અમાસ છે. આજના દિવસને પિતૃતર્પણ અને સ્નાન વિધિ માટે સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે ત્યારે અમાસના દિવસે પવિત્ર ઘાટ નદી અને સરોવરમાં પિતૃ તર્પણ પણ કરવાની સાથે સ્નાન કરવામાં આવે તો ખૂબ જ પુણ્યશાળી ફળ મળતું હોય છે. જેને લઇને ભવનાથની ગિરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં પિતૃ તર્પણની સાથે સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આદિ અનાદિકાળથી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાનો વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણનું પિંડદાન અહીં થયું હોવાના પૂરાવા
સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વે કરો શનિ મહારાજના દર્શન ભાદરવી અમાસનો દિવસ પિતૃતર્પણ માટે છે. શ્રેષ્ઠ ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ કરવાથી તમામ પિતૃઓના આત્માને મોક્ષ મળે છે અને જાે પિતૃનું તર્પણ ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વના મનાતા ઘાટ, નદી કે સરોવર ઉપર કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે.
વર્ષની છેલ્લી શનિ અમાસ ઉપર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે
શ્રી કૃષ્ણનું પિંડદાન અહીં થયું હોવાના પૂરાવા તેવામાં પવિત્ર દામોદર કુંડ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો મનાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન થયું હોવાના ધાર્મિક પુરાવા મળે છે. તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિનું વિસર્જન પણ અહીં કરવામાં આવ્યું છે. આવા અતિ ધાર્મિક અને પૌરાણિક દામોદર કુંડમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન અને તર્પણ વિધિ કરવાથી પિતૃઓના આત્માને મોક્ષ મળે છે અને તેમના દ્વારા તેમની કૃપા પિતૃ તર્પણ કરનાર પ્રત્યેક વ્યક્તિ ઉપર જાેવા મળે છે.

error: Content is protected !!