રાજ્યના બસ સ્ટેશનોમાં મુસાફરોના ખિસ્સા હળવા કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડતી વેરાવળ પોલીસ

0

રાજ્યભરના બસ સ્ટેન્ડોમાં ભીડનો ફાયદો ઉઠાવી મુસાફરોના ખિસ્સા હળવા કરી મોબાઈલ, રોકડ રકમની ચોરી કરતી બે દંપતીની આંતરરાજ્ય ગેંગને વેરાવળ પોલીસે રૂા.૧.૧૪ લાખની રોકડ સહિત સાડા સાત લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. આ દંપતી ગેંગએ છેલ્લા બાર વર્ષમાં રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં ભીડમાં નજર ચુકવીને મુસાફરોના ખિસ્સા હળવા કરી રોકડ રકમની ચોરી કરવાના ૩૩૯ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. આંતરરાજ્ય ગેંગને પકડી મોટી સંખ્યામાં ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યા અંગે માહિતી આપતા ડીવાયએસપી બાંભણીયાએ જણાવેલ કે, પાંચેક દિવસ પૂર્વે વેરાવળ બસ સ્ટેશનમાંથી બહારગામ જવા બસમાં બેસવા જઈ રહેલ તે સમયે ભીડમાંથી કોઇ અજાણ્યા શખ્સે નિકિતાબેનના થેલામાં રહેલ પર્સ જેમાં રોકડ રૂા. પાંચ હજાર તથા એપલ આઇફોન ૭ પ્લસ સીલ્વર પીંક કલરનો મોબાઇલ ફોન તેમજ અન્ય એક મુસાફર ઉષાબેન પ્રફુલભાઇ કાનાબારના પર્સમાંથી રોકડા રૂા.૧૧ હજાર મળી કુલ રૂા.૨૬ હજારનો મુદામાલ નજર ચુકવી સેરવી લઇ ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે તેઓએ ઈ-એફઆરઆઈથી ફરીયાદ નોંધાવી હતી. જેથી વેરાવળ સીટી પીઆઈ એસ.એમ. ઇશરાણી તથા સર્વેલન્સના પીએસઆઈ એચ.બી. મુસારના નેતૃત્વમાં જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં બસ સ્ટેશન અને શહેરમાં લાગેલ નેત્રમના સીસીટીવી ફુટેજાેની ઝીણવટભરી રીતે તપાસતા તેમાં આશરે ત્રીસેક વર્ષની બે મહીલા અને બે પુરૂષો ગ્રે કલરની ફોર વ્હીલ કાર વીટારા બ્રેજા રજી.નં. જીજે-૦૭- ડીડી- ૧૦૫૩માંથી ઉતરી વેરાવળ બસ સ્ટેશનમાં જઇ શંકાસ્પદ હીલચાલ કરતી જણાતા હતા. જેના આધારે શંકમદોને પકડવા માટે પોલીસ ટીમો કામે લાગેલ હતી. દરમ્યાન બાતમી મળેલ કે સીસીટીવીમાં જાેવા મળેલ શંકાસ્પદ કાર ગઈકાલે શહેરમાં આવી રહી છે. જેના આધારે શહેરમાં પ્રવેશતા બજાજના શોરૂમ પાસે પોલીસ ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ બ્રિજા કાર સાથે બંને શકમંદ મહિલાઓ સાથે તેમના પતિઓ મળીને ચારેયને ઝડપી લીધા હતા. તેઓની તલાસી લેતા ચોરી કરેલ આઈફોન મોબાઈલ, રોકડા રૂા.૧૬ હજાર, અન્ય મોબાઈલ નંગ-૫, એટીએમ નંગ-૩, આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, આરસી બુક તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ બ્રેજા કાર નં.ય્ત્ન-૦૭-ડ્ઢડ્ઢ-૧૦૫૩ મળી કુલ રૂા.૭,૩૪,૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડેલા (૧) સંજય ઉર્ફે સંજુ મોતીસિંગ બેરાવત લબાના ઠાકોર ઉ.વ.૩૧, તથા તેની પત્ની (૨) ગીતાબેન સંજય બેરાવત ઉ.વ.૩૦, બંને રહે. કતવારા ગામ, તા.જી.દાહોદ તથા (૩) નરેશભાઇ હુમજીભાઇ ભાભોર ઉ.વ.૨૯ તથા તેની પત્ની (૪) રેખાબેન નરેશભાઇ ભાભોર ઉ.વ.૩૦ રહે. મોટી ખરજ તા.જી.દાહોદ વાળની આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડીયાદ, દાહોદ તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં તહેવારે તથા મેળાના દિવસો દરમ્યાન સર્જાતી ભીડ ભાડના દિવસોમાં મુસાફરોની નજર ચુકવી તેઓના ખિસ્સામાંથી રોકડ રકમ અને મોબાઈલો ચોરી કરતા હતા. તપાસનીસ પીઆઈ એસ.એમ. ઇશરાણીના જણાવ્યા મુજબ આ બે દંપતીઓની આંતરરાજ્ય ગેંગ તહેવારોના દિવસોમાં રાજ્યના જુદા જુદા બસ સ્ટેશનોમાં સર્જાતી મુસાફરોની ભીડભાડમાં લોકોની નજર ચુકવી ખિસ્સા હળવા કરી રોકડ રોકમ અને મોબાઈલની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે. આ ગેંગના સભ્યોએ છેલ્લા બાર વર્ષમાં રાજયના જુદા જુદા બસ સ્ટેશનોમાંથી ૩૩૯ જેટલા મુસાફરોના ખિસ્સા હળવા કરી રૂા.૯.૯૨ લાખની રોકડ રકમની ચોરી કરી હોવાની કબુલાત આપી છે. મુસાફરોના ખિસ્સા હળવા કરી ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં વેરાવળ શહેર પોલીસના દેવદાનભાઇ કુંભરવડીયા, મેરામણ બિજલભાઇ, અરજણ ભાદરકા, પ્રદિપસિંહ ખેર, વગેરેેએ ફરજ બજાવી હતી.

error: Content is protected !!