જૂનાગઢમાં સમય મર્યાદામાં વ્યવસાય વેરો જમા કરાવવા અપીલ

0

મહાનગરપાલિકા દ્વારા પગારદારો, વેતનદારો બંને વ્યવસાયીઓ વેપારીઓ પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપાયેલ છે. તમામ વ્યવસાયી કરદાતાઓએ વ્યવસાયવેરાની વર્ષ ૨૦૨૨-૨૩ની તથા પાછલી બાકી રહેતી રકમ તા.૩૦-૯ સુધીમાં ભરપાઈ કરવા અનુરોધ છે. વ્યવસાયવેરો મુદત હરોળમાં ભરપાઈ કરવામાં નહી આવે તો આસામીઓ સામે વ્યવસાયવેરાં કાયદાની જાેગવાઈ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે તેમ જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની અખબારી યાદીમાં જણાવ્યું છે. દુકાનદારો, વેપારીઓ, તબીબો વ્યવસાયીઓ, ટેકનીકલ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટો, વિમો એજન્ટો, કોન્ટ્રાકટરો, ટુર ઓપરેટરો, કેબલ ટીવી ઓપરેટરો, એડવર્ટાઈઝીંગ એજન્ટો, પાર્ટી પ્લોટ, સિનેમા ઘરો, આંગડીયા સર્વિસો, પ્રાઈવેટ લી., કંપની, બેંકો, એસ્ટેટ એજન્ટો, કારખાના માલિકો વગેરે સર્વિસ પ્રોવાઇડરોએ વ્યવસાયવેરાની રકમ ભરવાનો સમય સવારે ૧૦ઃ૩૦ થી ૨ વાગ્યા સુધી અને બપોરે ૨ઃ૩૦ થી ૪ વાગ્યા દરમ્યાન મહાનગરપાલિકા સેવા સદન બિલ્ડીંગમાં રૂમ નં.૨૦૭, બીજા માળે જમા કરાવી દેવા તેમજ જે કરદાતાઓએ વ્યવસાયવેરા અંગે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય અને વ્યવસાયવેરો ભરેલ ન હોય તેવા કરદાતાઓ પાસેથી દંડ અને વ્યાજ સાથે વ્યવસાયવેરા વસુલ કરવામાં આવશે. વ્યવસાયવેરા અંગે રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય, તેવા વ્યવસાયીઓએ તાત્કાલીક રજિસ્ટ્રેશન કરાવી દેવા અધિક કમિશ્નર વ્યવસાયવેરા અને નાયબ કમિશ્નર, મહાનગર સેવા સદન દ્વારા કરદાતાઓને જણાવાયું છે.

error: Content is protected !!