બિલખા ગેઈટ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ કુલ રૂા. ૬.૮૮ લાખનાં મુદામાલ સાથે બે ઝડપાયા

0

જૂનાગઢ ગાંધીગ્રામ રાજીવનગર રોડ તરફથી બિલખા ગેઈટ બાજુ એક ઈનોવા કાર લઈ ભાયા ઉર્ફે કુતરી કાનાભાઈ રબારી તથા તેના સાથે ભરત ઉર્ફે ગગુ હાજાભાઈ મુછાળને સી ડીવીઝન પોલીસે રોકી તલાસી લેતાં કાર નં. જીજે-૧૧-એસ ૧૮૬પમાંથી ઈંગ્લીશ દારૂની કુલ પેટી નંગ-૩૩ બોટલ નંગ-૩૯૬ મળી, કાર, મોબાઈલ-ર મળી કુલ રૂા. ૬,૮૮,૪૮૦નો મુદામાલ સી ડીવીઝન પોલીસે ઝડપી લીધેલ છે. જયારે દારૂનો જથ્થો મંગાવનાર કલ્પેશ ઉર્ફે કલો વશરામભાઈ પરમાર અને ચનાભાઈ રાણાભાઈ મોરીને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.
આ કામગીરીમાં સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી, એન.વી. રામ, આઝાદસિંહ સીસોદીયા, ઈન્દ્રજીસિંહ ઝાલા, નિલેશભાઈ ભેટારીયા, ચેતનસિંહ સોલંકી, દિલીપભાઈ ડાંગર, ભાવિકભાઈ કોદાવલા, કરણસિંહ ઝણકાત, મનીષભાઈ હુંબલ, રજનીકાંતભાઈ હરીયાણી વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!