જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર યોગેશ્વરનગરમાં પંકજકુમાર મોહનલાલ વેડીયાનું મકાન ભાડે રાખી મકાનમાં ઉપરનાં માળે માણસો રાખી માણસો મારફતે પોતાના અંગત ફાયદા સારૂ કોમ્પ્યુટર ઉપર અલગ અલગ વેબસાઈટો મારફત ઓનલાઈન હાર-જીતની ગેમો ઉપર સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપલે કરી હારજીતનો જુગાર રમી રમાડતાં જૂનાગઢ એસઓજી પોલીસે કોમ્પ્યુટર-૪, રાઈટર-૧, મોબાઈલ-૧૧, રોકડ રૂા. પપ૦૦, મોટરસાયકલ-ર મળી કુલ રૂા. ૧,૮૦,૬૦૦નાં મુદામાલ સાથે અલય ફાલ્ગુનભાઈ દવે (અમદાવાદ) અને જૈમીન રાજેશભાઈ સોનૈયા (દ્વારકા)ને ઝડપી લીધેલ છે. જયારે વિશાલ પ્રફુલભાઈ કારીયા અને સંદીપ મુકેશભાઈ મકવાણાને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે. આ કામગીરીમાં એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહીલ, પીએસઆઈ જે.એમ. વાળા, એમ.જે. કોડીયાતર, પી.એમ. ભારાઈા, એસ.કે. બારીયા, એમ.વી. કુવાડીયા, ડી.જે. જાની, મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, રવિકુમાર ખેર, વીશાલભાઈ ડાંગર વિગેરે સ્ટાફ જાેડાયેલ હતો.