ચોરવાડ – ગડુ રોડ ઉપર ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા એકનું મૃત્યું

0

ચોરવાડ – ગડુ રોડ ઉપર વિસણવેલ ગામનાં પાટીયા પાસે ગઈકાલે ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા એકનું મૃત્યું થયું છે. વેરાવળ ખારવાવાડ, કામનાથ ચોક પાસે રહેતા નાથાલાલ મેઘજીભાઈ વણિક (ઉ.વ.૪૬)એ ટ્રક નં. જીજે-૦૭ વાય-૭૧૧પનાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ પોતાના ટ્રક જીજે-૦૭ વાય- ૭૧૧પને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીનાં ભાઈ જીતુભાઈ નાથાલાલ વણિકનાં મોટર સાયકલ નં. જીજે-૩ર-એ-૮૮૧૭ને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી અને ગંભીર ઈજા થવાને કારણે જીતુભાઈ વણિકનું મૃત્યું થયું છે. આરોપી ટ્રક મુકી નાસી છુટયો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ચોરવાડ પોલીસે ગુનો દાખલ કરેલ છે.

error: Content is protected !!