જૂનાગઢનાં વિવિધ વિસ્તારો સહિત સોરઠ પંથકમાં ઠેરઠેર જુગાર દરોડા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ઝાંઝરડા રોડ, જીવનધારા સોસાયટી નજીકથી જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલાને રૂા. ૧રરર૦ની રોકડ તેમજ ચોબારી રોડ, જનકપુરી સોસાયટી, બ્લોક નં. બી-૪૩ ધર્મેશ ઉર્ફે રઘો ભરતભાઈ છગનાં રહેણાંક મકાને જુગાર અંગે દરોડો પાડી ૬ શખ્સોને કુલ રૂા. ૭૭,પ૮૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જાેષીપરાનાં નારાયણ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા. ર૧,૦પ૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. એ ડીવીઝન પોલીસે દોલતપરા નેમીનાથ નગર-ર નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૬૭પ૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ, સાંઈબાબા શેરી નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૩૩૩૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે વિસાવદર પોલીસે જેતલવડ ગામેથી પાંચ શખ્સોને રૂા. ૮પ૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માણંદીયા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૧૦ શખ્સોને રૂા. ૩૭,૧૭૦નાં મુદામાલ સાથે આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસે વડાલ ગામેથી ૭ શખ્સોને રૂા.૧ર,૧૬૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. ભેસાણ પોલીસે તડકાપીપળીયા ગામેથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત ૯ને રૂા.૪૧,૮ર૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે ભેસાણ પોલીસે ચુડા ગામે જુગાર અંગે દરોડો પાડતા પાંચને રૂા.ર૦,૭પ૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. મેંદરડા પોલીસે ચાંદ્રાવાડી ગામેથી ૧ર શખ્સોને રૂા.ર૮,૮પ૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે નાની ખોડીયાર ગામે જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સોને રૂા.રર,૭પ૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત સીમાસી ગામેથી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોનેે રૂા.૧ર,૪૧૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે કેશોદ પોલીસે પીપળી ગામે સીમ વિસ્તારમાંથી ૯ શખ્સોને રૂા.૩૪,૭૩૦નાં મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે વંથલી પોલીસે રાયપુર ગામેથી ૧૪ શખ્સોને રૂા. ર૩૦૩૦ તેમજ વસપડા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૧૦,૬૬૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!