જૂનાગઢ : ગૃહ માતા તરીકે ફરજ બજાવતી મહિલાને વિશ્વાસમાં લઈ બળાત્કાર તેમજ ૧૦ લાખની રોકડ પડાવી ધમકી આપી

0

જૂનાગઢનાં સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા એક મહિલાએ કેશોદનાં અમૃતનગર રોડ, અલ્ટ્રા મીડીયમ ઈંગ્લીશ સ્કુલની બાજુમાં તેજશ નામનાં મકાનમાં રહેતા હર્ષદ રણછોડભાઈ વાણીયા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપીએ
૧૯-૪-ર૦૧૬નાં પોતાની દિકરીનું જૂનાગઢમાં આવેલ છાત્રાલયમાં એડમીશન કરાવવા માટે આવેલ અને ત્યાં છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરતા આ મહિલાનાં પરીચયમાં આવી પોતાની પત્ની સાથે છુટ્ટાછેડા થઈ ગયેલ છે અને આરોપી પોતે મીઠાપુર ખાતે સરકારી હોસ્પીટલમાં મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરે છે તેવી ખોટી ઓળખાણ આપી અને પોતે ભોગ બનનારને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે તેમ કહી પ્રેમસંબંધ બનાવી અને લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધી અને પોતે નોકરીમાં સસ્પેન્ડ થયેલ છે અને પોતાને આર્થિક તંગી છે તેમ કહી અલગ અલગ સમયે રૂા. ૧૦ લાખ રોકડા લઈ પરત નહી આપી તેમજ ભોગ બનનાર મહિલાનાં ચારિત્ર્ય ઉપર શંકા કરી ત્રાસ આપી જબરદસ્તીથી સંબંધ રાખવા અને શરીર સંબંધ બાંધવા ભોગ બનનાર મહિલાનાં ભાઈ તથા પિતાને મારી નાખવાની ધમકી આપી તેમજ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ સી ડીવીઝન પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે હર્ષદ વાણીયા વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!