કંઈક કરી છુટવાની તમન્ના સાથે ઘરેથી જતા રહેલા જૂનાગઢનાં બાળકનો પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો

0

હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા-દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ ર્નિણયના કારણે માતા-પિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા દીકરીના અપરિપક્વ ર્નિણય આધારે ઘર છોડીને જતા રહે છે અને જિંદગી બરબાદ થઈ જાય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે અને ઘરેથી નીકળી ગયેલ બાળકને શોધી, પરિવાર સાથે મિલન કરાવતા, કુટુંબનો પ્રશ્ન સોલ્વ થાય છે અને દીકરા દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ શહેરમાં સામે આવ્યો છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા અને પતિ પત્ની બને શિક્ષક તરીકે નોકરી કરતા પટેલ સદગ્રહસ્થનો દીકરો, એસ.એસ.સી.માં ફેઇલ થતા, પોતાને ભણવું ના હોય, પોતાની જાતે કંઇક બની દેખાડવા, પોતાના ઘરેથી ‘મારી ચિંતા ના કરતા, હું જીવનમાં કાઈંક બનીને આવીશ’ એવી જાણ કરીને નીકળી ગયેલ હતો. આ બાબતે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એ.શાહ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. સગીર વયના બાળક ગુમ થવાની બાબતને ગંભીરતાથી લઈને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. શાહ તથા હે.કો. વનરાજસિંહ, ભનુભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, નીતિનભાઈ, જેઠાભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરી, સાયબર સેલના પીએસઆઈ પી.જે.રામાણી, પીએસઆઈ વી.એમ. જાેટાણીયા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ આધારે મળેલ માહિતી મુજબ ગુમ થયેલ બાળક હાલમાં મુંબઈ ખાતે શાંતાકૃઝ વિસ્તારમાં હોય, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના હે.કો.વનરાજસિંહ તથા ભનુંભાઈને બાળકના પરિવારજનો સાથે મુંબઈ મોકલી આપી, તપાસ હાથ ધરતા, બાળક મુંબઈ ખાતે શાંતાકૃશ વિસ્તારમાં ઓશિશ ફૂટબોલ કલબમાં જાેડાઈ ગયેલાનું તથા પારસી સોરેન કોચ તરીકે હોવાનું જાણવા મળતા, કોચને મળતા અને વાત કરતા, બાળક હાલ ક્યાં રહે છે ? એ ખબર નહિ હોવાનું અને બીજા દિવસે સાંજે ફૂટબોલની પ્રેક્ટિસ મેચ હોવાનું અને કાલે સાંજે અવશ્ય આવશે એવી હકીકત જાણવા મળતા, મુંબઈ મહારાષ્ટ્ર શાંતાકૃઝ ખાતેથી શોધી કાઢી, કુટુંબીજનોએ બાળકનો કબજાે સંભાળેલ હતો. ગુમ થયેલ બાળકના કુટુંબીજનોને સાથે રાખી, જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ આદરી, ગણતરીના દિવસોમાં બાળકની ભાળ મેળવી, બાળકનું પરિવારજનો સાથે મિલન કરાવતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, બાળકને જીવનમાં અને ભણતરમાં એક પરિણામથી નાસીપાસ નહિ થવા તેમજ વધુ પ્રયત્નો કરી, સફળતા મેળવવા શુભેચ્છા આપી, વાલીને પણ હવેથી તકેદારી રાખી, દીકરાની પસંદ નાપસંદનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા સગીર વયના બાળકને શોધવા, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરતા, ખૂબ જ આનંદિત થઈ, પરિવારજનો દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના સંતાનની માહિતી મેળવવી અઘરી બનત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકને ગણતરીના દિવસોમાં મુંબઈથી શોધી કાઢી, પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

error: Content is protected !!