આજે ગણેશ ચર્તુથીનું પાવનકારી પર્વ છે અને ભગવાન ગણેશજીનું સ્થાપન કરી અને ચૂરમાનાં લાડું ધરાવી વિધીવત રીતે ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે. આજે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તારમાં મળી રપ૦થી વધારે સ્થળે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. વાજતે-ગાજતે ભગવાન ગણેશજીની શોભાયાત્રા યોજવામાં આવી છે અને મંડપનાં સ્થળે પહોંચી અને ત્યાં સ્થાપન સાથે ભગવાન ગણેશજીનું પૂજન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે. જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો કે જયાં ભગવાન ગણેશજીનું મંદિર આવેલ છે ત્યાં પણ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે. આ ઉપરાંત ઈગલ ખાતે આવેલ ગણેશજીનાં મંદિરે પણ ભાવિકો ઉમટી પડયા છે. જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ ઉજવણીનો પ્રારંભ થયો છે અને તા.૯-૯-ર૦રર સુધી આ કાર્યક્રમ યથાવત રહેશે. ઓમ ગંમ ગણપતિએ નમો નમો, સિધ્ધી વિનાયક નમો નમો, અષ્ટ વિનાયક નમો નમો, ગણપતિ બાપા મોરીયાનાં નારા સર્વત્ર ગુંજી ઉઠયા છે.