જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગઈકાલે રાત્રીનાં વનરાજાેનાં એક ગૃપે દેખા દેતા લોકોમાં અચરજ સાથે ભયની લાગણી વ્યાપી ગઈ હતી. અને આ અંગે વન વિભાગે તાત્કાલીક ઘટતા પગલાની માંગણી ઉઠી છે. જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી વિસ્તારમાં અને ગીરનાર જંગલ વિસ્તારમાં અવાર નવાર વનરાજાે તેમજ હિંસક પ્રાણીઓ દેખા દેતા હોય છે. અને ઘણીવાર મોજથી ચકકર મારતા પણ જાેવા મળ્યાનાં અનેક બનાવો બન્યા છે. થોડા સમય પહેલા રેલ્વે સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં પણ હિંસક પ્રાણી ઘુસી ગયું હતું. અને ત્યાંજ ગઈકાલે ગાંધીગ્રામ વિસ્તારમાં ૪ વનરાજાેએ લટાર મારતા લોકોમાં ભયની લાગણી ઉઠવા પામી હતી.
રાત્રે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં એક સાથે ચાર સિંહોએ લટાર મારી હતી. જેને લઇ લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જૂનાગઢમાં સતત ધમધમતા ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રીના ચાર સિંહોનું ગ્રુપ આવી પહોંચ્યું હતું. આ અંગે પ્રાપ્ત થયેલ વિડીયોમાં એક સાથે ચાર સિંહો ગાંધીગ્રામના મુખ્ય રોડ ઉપર કેટવોક કરતા જાેવા મળ્યા હતા.
ચાર સિંહોના આંટાફેરાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં અચરજ સાથે ભય ફેલાય ગયો હતો. ગાંધીગ્રામમાં અગાઉ દિપડાએ દેખા દીધા હોવાની ઘટના સામે આવી હતી પરંતુ એક સાથે ચાર સિંહોની ગાંધીગ્રામમાં લટારની પ્રથમ ઘટના છે. ગિરનાર જંગલ છોડીને આવેલા સિંહો સંભવિત શિકારની શોધમાં આવ્યા હોવાનું મનાય છે. વન વિભાગે સત્વરે ઘટતુ કરવું જાેઇએ તેવી માંગ ઉઠી છે.
જૂનાગઢમાં વનરાજાેનું ખરાબ રસ્તા મામલે સરપ્રાઈઝ ચેકીંગ ?
જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તા પ્રશ્ને છેક ઉચ્ચકક્ષા સુધી અહેવાલો, ફરીયાદો અને લોકોની વ્યથા અંગે રજુઆતો થઈ છે. અને સંબંધીત સત્તાધીશોનાં કારણે પણ વાત નાંખવામાં આવી છે. તો બીજી તરફ જંગલ વિસ્તારનાં રાજા ગણાતા વનરાજાે કે જેઓ જંગલમાં તો પશુ-પક્ષીઓની વસ્તી હવે થોડી જ રહી છે. કોઈપણ જાતની કામગીરી ન રહેતી હોય જેથી આ વનરાજાેની સભામાં અંદરો અંદર ચર્ચાઓ થતી હતી કે પ્રજા ઉપયોગી કાર્યો જયાં આપણા સમાજની જંગલમાં વસ્તી જ નથી અને જંગલ જ રહેવા નથી દીધું તો પછી આપણે કામો કરવા હોય તો થઈ શકે તેમ નથી. પરંતુ હમણા જૂનાગઢ શહેરનો રસ્તાનો પ્રશ્ન બહુ ઉઠવા પામ્યો છે. તો ચાલો આપણે જૂનાગઢ શહેરનાં રસ્તાઓ બાબતની હકીકત જાણવા લટાર તો મારવી જ જાેઈશે. એવું નકકી કરીને જાણે વનરાજાે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાંથી પ્રવેશ્યા હોય અને શહેરમાં લટાર મારવા આવી પહોંચ્યા હોવાનું પણ લોકો મજાકમાં બોલી રહયા છે.