જૂનાગઢમાં જુગાર દરોડો : ૩ મહિલા સહિત ૬ ઝડપાયા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે જાેષીપરા વિસ્તારમાં આવેલ ઓઘડનગર, દલીતસમાજ વાળી ગલીમાં રહેતા મુન્નીબેન રાજુભાઈ પરમારે તેને ભાડાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે પોલીસે રેડ કરતા ૬ મોબાઈલ તેમજ રૂા.રપ,૬૧૦ની રોકડ વગેરે મળી કુલ રૂા.૩૯,૧૧૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મેંદરડા પોલીસે હરીપુર ગામેથી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લઈ રૂા.૬,૭ર૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. વંથલી પોલીસે વાડલા ગામેથી જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને રૂા.૧૦,૧૮૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત શીલ પોલીસે આજક ગામેથી પ શખ્સને રૂા.૧૦,૬૪૦નાં રોકડ મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. જયારે માળીયા હાટીના પોલીસે ગડોદર ગામેથી ૪ શખ્સોને રૂા.૧૬,પ૩૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ભવનાથ : ર મહિલા સહિત ૮ને જુગાર રમતા ઝડપી લેતી પોલીસ
જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં ગિરનાર રોડ ઉપર વૃધ્ધાશ્રમની બાજુમાં રહેતા ચીમનભાઈ કેશુભાઈ પરમાર(ઉ.વ.પ૦) પોતાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમીનાં આધારે ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ર મહિલા સહિત ૮ને રૂા.રપ,૯૬૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

શીલનાં મેખડી ગામે ઝેરી અસર થતા મૃત્યું
શીલનાં મેખડી ગામે રહેતા અશોક ભીમાભાઈ પંડીત પોતાની વાડીએ ઝેરી દવા છાંટતા હોય, આ દવાની અસર થતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે.

ભવનાથ : ઝેરી દવાથી મૃત્યું પામેલ યુવાનનો મૃતદેહ મળ્યો
જૂનાગઢ ભવનાથ તળેટી નજીક રોપ-વેથી જટાશંકર જવાનાં રસ્તે, પ્રથમ પુલથી જમણી બાજુ, ઉપરવાસમાં મૃત્યું પામેલી હાલતમાં હરીભાઈ વલ્લભભાઈ ઠકરાર(ઉ.વ.૩૭) મળી આવેલ છે. ભવનાથ પોલીસે વધુ તપાસ કરતા મૃતકે કોઈપણ અગમ્ય કારણસર પોતાની જાતે ઝેરી દવાનાં ટીકડા સેલફોસ ખાઈ જઈ અને પુલથી જમણી બાજુ ઉપરવાસમાં મૃત્યું પામેલ હાલતમાં મળી આવેલ છે. પ્રાથમિક તપાસ કરી અને ભવનાથ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!