દ્વારકા : શારદાપીઠ કોલેજમાં થેલેસેમિયા કેમ્પ યોજાયો

0

શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકામાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ શ્રી માતૃશ્રી મોંઘીબેન હરિદાસ વિઠલદાસ ગોકાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી દ્વારકાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેમાં કોલેજના ૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. જગદીશ ટાકોદરાએ કર્યું હતું અને આભારદર્શક શ્રી વણકરએ કર્યું હતું. આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના પ્રિન્સિપાલ
શ્રી વાઢેરે કર્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી આનંદભાઈ ગોકાણી, અશ્વિનભાઈ ગોકાણી, ડો. મજીઠીયા, વિજયભાઈ ભાયાણી, શ્રી હિંડોચા, પ્રતાપભાઈ દામાણી વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!