માછીમારી કરવા જવા અંગેની ઓનલાઇન ટોકન પદ્ધતિનો ગેરલાભ લઈ, ખોટું ટોકન બનાવીને માછીમારી કરતા શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ગઈકાલે મંગળવારે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા તથા કોન્સ્ટેબલ સુનિલભા માણેકને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેલી “અલ અબ્બાસી” નામની માછીમારી બોટમાં જઈ અને તપાસ કરતા આ બોટ તેના ટોકનમાં જણાવ્યા મુજબના સ્થળે નહીં પરંતુ ઓખા ખાતેના મત્સ્યગંધા જેટી ખાતે ઉભી હતી. આ બોટના ટોકનમાં કુલ ત્રણ ખલાસીઓ માછીમારી કરવા જવા માટે ગયેલા હોવાની મંજૂરી મેળવવામાં આવી હતી. પરંતુ તે બોટના સંચાલક દ્વારા કુલ ચાર માછીમારો માછીમારી કરી અને ઓખા પરત ફર્યા હોવાથી “અલ અબ્બાસી” નામની ઉપરોક્ત બોટના ટંડેલ એવા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ગની જુનસ ઓસમાણ ભાયા નામના ૨૧ વર્ષના મુસ્લીમ વાઘેર શખ્સની પૂછપરછ તથા ઉપરોક્ત બોટના ટોકન અંગે ફિશરિઝ વિભાગની ઓનલાઈન વ્યવસ્થામાં તપાસ કરતા બોટના સંચાલક દ્વારા બોટ સલાયા ખાતે પરત થઈ હોવાનું જણાવવામાં આવ્યું હોય, ખરેખર આ બોટ ઓખા ખાતે પરત થઈ હતી. બોટમાં ખલાસીઓની સંખ્યા ટોકનથી અલગ માણસો ખલાસી તરીકે મળી આવ્યા હતા. તેથી ઊંડાણપૂર્વકની તપાસમાં બોટના સંચાલક ગની જુનસ ઓસમાણ ભાયાએ પોતાના અંગત ફાયદા માટે તેના સંચાલન હેઠળની માછીમારી બોટ અલ અબ્બાસીને ફીસરીઝ વિભાગની ઓનલાઈન ટોકન વ્યવસ્થાના ગેરકાયદેસર ઉપયોગ કરી, સલાયા પરત થયા અંગેની ખોટી માહિતી આપી, ઓખા ખાતે પરત આવી, ખોટું ટોકન બનાવી તેમજ ટોકનમાં નોંધ કરાવ્યા વગર ખલાસીઓને સાથે માછીમારી કરવા લઈ જઈને ખોટો દસ્તાવેજ ઊભો કરી, ગુનો આચારવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી ઓખા મરીન પોલીસે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી તેની સામે આઈ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ(સુધારા) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.આઈ. કે.એલ. દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!