ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત, ૬ તાલુકાના ૧૧૭ ગામોના ૫૦૯ પશુઓ લમ્પીગ્રસ્ત અને ૧૯ પશુઓના મૃત્યું

0

ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત જાેવા મળી રહ્યો છે. જેમાં સરકારી આંકડા મુજબ જિલ્લાના ૬ તાલુકાના ૧૧૭ ગામોમાં ૫૦૯ અબોલ પશુઓ લમ્પીગ્રસ્ત બન્યા છે અને આજે એક પશુના મોત સાથે કુલ ૧૯ મૃત્યુઆંક આંકડો પહોંચ્યો છે. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકો પ્રભાવિત હોવાનું સરકારી આંકડા ઉપરથી જણાય રહ્યુ છે. તો અબોલ પશુઓને બચાવવા માટે પશુપાલન વિભાગ પણ સક્રીય રીતે કામગીરી કરી રહ્યુ છે જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૧ લાખ ૯૦ હજાર ૧૮૩ પશુઓને રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યભરમાં અબોલ પશુઓમાં જાેવા મળી રહેલ લમ્પી વાયરસની અસર ગીર સોમનાથ જિલ્લાના પશુઓમાં પણ જાેવા મળી રહી છે. આ રોગચાળાને અટકાવવા જિલ્લાનો પશુપાલન વિભાગ પણ સક્રીય રીતે કામગીરી કરી રહ્યુ છે. તેમ છતાં પણ જિલ્લામાં લમ્પી વાયરસના કેસો સતત વધી રહ્યા હોવાથી પશુપાલકોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. જિલ્લામાં આજ સુધીના સરકારી આંકડા મુજબ લમ્પી વાયરસના એક્ટીવ કેસોની વાત કરીએ તો વેરાવળ પંથકના ૧૯ ગામોમાં કુલ ૧૨૧ પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી ૪૨ સાજા થઈ ગયેલ અને હાલ ૭૫ પશુઓની સારવાર ચાલી રહી છે. ૪ જેટલા પશુઓના મૃત્યુ થયા છે. તો ૩૪૭૮૨ પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. આવી રીતે સુત્રાપાડા પંથકના ૩૩ ગામોમાં કુલ ૬૫૧ પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી ૩૮૩ સાજા થઈ ગયેલ અને હાલ ૨૫૪ પશુઓની સારવાર ચાલી રહી છે. ૧૪ જેટલા પશુઓના મૃત્યુ થયા છે. તો ૩૯૪૨૨ પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે તાલાલા પંથકના ૧૩ ગામોમાં કુલ ૨૫ પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી ૧ સાજા થઈ ગયેલ અને હાલ ૨૫ પશુઓની સારવાર ચાલી રહી છે. એકપણ પશુઓનું મૃત્યુ થયેલ નથી. તો ૧૪૬૧પ પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે કોડીનાર પંથકના ૬ ગામોમાં કુલ ૫૮ પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી ૧૫ સાજા થઈ ગયેલ અને હાલ ૪૩ પશુઓની સારવાર ચાલી રહી છે. એકપણ પશુઓનું મૃત્યુ થયુ નથી. તો ૩૮૬૧૬ પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે ગીરગઢડા પંથકના ૩૦ ગામોમાં કુલ ૧૩૦ પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી ૬૫ સાજા થઈ ગયેલ અને હાલ ૬૫ પશુઓની સારવાર ચાલી રહી છે. એકપણ પશુઓનું મૃત્યુ થયુ નથી. તો ૩૦૦૪૬ પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. જ્યારે ઉના પંથકના ૧૬ ગામોમાં કુલ ૪૮ પશુઓ અસરગ્રસ્ત બનેલ જેમાંથી ૧ સાજા થઈ ગયેલ અને હાલ ૪૭ પશુઓની સારવાર ચાલી રહી છે. એક પશુનું મૃત્યુ થયા છે. તો ૩૨૭૦૭ પશુઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. આમ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં જાેવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ તાલુકાના ૩૩ ગામોમાં ૨૫૪ અબોલ પશુઓ લમ્પીગ્રસ્ત બન્યા હોવાનું સરકારી આંકડા મુજબ જણાય રહ્યુ છે. નોંધનીય છે કે, આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાતો જાેવા મળે છે. દૂધાળા પશુઓમાં આ રોગનું પ્રસરણ વધુ ફેલાતું અટકાવવા માટે પશુપાલન આરોગ્ય વિભાગની ટીમ રીંગ વેકસીનેશન સહિતના ઉપાયો અજમાવી રહી છે.

error: Content is protected !!