ગણેશ ચર્તુથીના પાવન દિવસે યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા અંદાજે ૩૦૦ જેટલા સ્થળોએ એક થી ચાર ફૂટ સુધીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કરવામાં આવેલ હતુ. આગામી પાંચ દિવસ સુધી તમામ ગણેશજીના સ્થાપન સ્થળોએ જુદા-જુદા ધાર્મીક કાર્યક્રમો યોજીને ભવ્ય ઉજવણી કરવાની લોકોએ તૈયારીઓ કરેલ છે જેને લઇ આગામી પાંચ દિવસ સુધી યાત્રાધામ નગરીનું વાતાવરણ ગણપતિજીની ભકિતમાં લીન જાેવા મળશે. યાત્રાધામ નગરી વેરાવળ- સોમનાથ શહેરમાં શારદા સોસાયટીમાં સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક તેમજ સોમનાથમાં રામરાખ ચોક સહીત જાેડીયા નગરીના જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે ૩૦૦થી વધુ સ્થળોએ એક થી લઇને ચાર ફૂટ સુઘીની વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તીઓનું ગઈકાલે વાજતે ગાજતે સ્થળ ઉપર લાવી આસ્થાભેર પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી અને ગઈકાલથી પાંચ દિવસ દરમ્યાન તમામ સ્થળોએ સત્ય નારાયણ ભગવાનની કથા, રામધુન, મહાઆરતી સહીતના જુદા-જુદા ધાર્મીક કાર્યક્રમો યોજાશે. દરરોજ રાત્રી દરમ્યાન શહેરીજનો પણ ગામમાં ફરવા નીકળી વિઘ્નહર્તા ગણેશજીના દર્શનનો લ્હાવો લેતા કોવા મળશે. જેના કારણે નગરી પાંચ દિવસ સુધી ગણેશમય બની જશે. જાેડીયા નગરમાં પાંચ દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવની ઉજવણીને લઈ સીટી પીઆઈ એસ.એમ. ઈશરાણી દ્વારા ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેર પોલીસનો સ્ટાફ સાંજ અને રાત્રીના સમયે ખાસ સતત પેટ્રોલીંગ કરતો રહેશે. આ સાથે ટ્રાફીક સમસ્યા ન રહે તે માટે જુદા જુદા પોઈન્ટો ઉપર ટીજીબીનો સ્ટાફ તૈનાત રહેશે. વેરાવળ શહેરમાં તપેશ્વર મીત્ર મંડળ ગણેશ ઉત્સવમાં પ્રથમ દિવસે તા.૩૧ના બુધવારે સવારે ગણેશ સ્થાપન પૂજા અને રાત્રીના ભગવાન સત્યનારાયણની કથા તેમજ બીજા દિવસે તા.૧ ના ગુરૂવારે રાત્રીના સોમનાથ ધુન મંડળની રામધુન તથા શુક્રવારે સાંજે બટુક ભોજન, ચોથા દિવસે તા.૩ ના શનિવારે છપ્પન ભોગ અન્નકોટના દર્શન અને પાંચમાં દિવસે તા.૪ ના રવિવારે બપોરે વિસર્જન યાત્રા નીકળનાર છે. તપેશ્વર મીત્ર મંડળ દ્વારા યોજાતા આ ધાર્મીક કાર્યમાં દરરોજ સાંજે આરતીમાં નાસીક ઢોલના તાલે ગણપતિની આરતી ઉતારવામાં આવશે. આવી જ રીતે સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા પણ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે.