લોઢવા ગામે યુવાનો દ્વારા વિનામૂલ્યે લમ્પી વાયરસની દેશી દવાનું વિતરણ

0

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભુતડા દાદા ગ્રુપના યુવાનો દ્વારા લમ્પી વાયરસને લઈને પશુઓ માટે દેશી દવાનું વિનામૂલ્યે ગામની અંદર વિતરણ કરે છે. હાલ ગીર સોમનાથ જીલ્લામાં લમ્પી વાયરસ પશુઓમાં કાળો કહેર વર્તાવી રહયો છે. ત્યારે લોઢવાના ભુતડા દાદા ગ્રુપના યુવાનો દ્વારા લમ્પી વાયરસગ્રસ્ત ગૌવંશ માટે દેશી ઈન્દ્રામણા જડીબુટ્ટી તથા અન્ય ઔષધીઓનો ઉપયોગ કરીને દેશી  દવા બનાવી ર૦૦ એમએલની થેલીમાં  પેકીંગ કરી લોઢવા ગામ તથા આજબાજુના વિસ્તારના ગામડામાં દરરોજ ર૦૦૦ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહયું છે. સાથે સાથે ગામની અંદર પશુઓ મૃત્યુ પામે ત્યારે તેમની દફનવિધી માટે પણ સેવા આ યુવાનો આપી રહયા છે. આ સાથે જ મટાણાના પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસબાપુએ રૂબરૂ જઈને મુલાકાત લીધી હતી અને હાલ પશુઓમાંથી લમ્પી વાયરસ મુકત થાય તેવી પ્રાર્થના કરી હતી.

error: Content is protected !!