Friday, March 31

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલના હસ્તે ઘન કચરા વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા અને ૫ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

0

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે ઘન કચરા વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા અને ૫ એમ્બ્યુલન્સને કલેકટર કચેરી ખાતેથી લીલીઝંડી આપી જનસેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન- ગ્રામિણ અને જિલ્લા પંચાયતના ૧૫માં નાણાંપંચના અનુદાનમાંથી જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા ગામો માટે કુલ રૂા.૩૯.૭૫ લાખના ખર્ચે ઘન કચરાના વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા લોકાર્પિત કરવામાં આવી હતી. આ તકે મંત્રીએ ધંધુસર ગામના સરપંચ ચીનુભાઈ દીવરાણીયાને પ્રતિકાત્મક રીતે ઈ-રીક્ષાની ચાવી અર્પણ કરી હતી. ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૧ના અનુદાનમાંથી બાંટવા, લીંબુડા, વડાલ, ચુડા અને સાસણના આરોગ્ય કેન્દ્રો માટે અંદાજિત રૂા.૫૬ લાખના ખર્ચે પાંચ દર્દીવાહિનીને લીલીઝંડી આપી જનસેવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ જનસેવાના પ્રકલ્પના શુભારંભ પ્રસંગે રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, ઈન્ચાર્જ કલેકટર મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!