કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ્‌સનું પ્રેઝન્ટેશન નિહાળ્યું

0

ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્‌યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રિય મંત્રીએ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ અંગેનું પ્રેજન્ટેશન નિહાળ્યું હતું. ઈન્ચાર્જ કલેક્ટર મિરાંત પરીખે જિલ્લાના વિકાસ કાર્યો અને વિવિધ જનસેવાઓમાં અગ્રેસર એવા જૂનાગઢ જિલ્લાની વિગતવાર માહિતી આપી હતી. પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ સેવાસેતુ અને અન્ય સેવાઓ અંગે જિલ્લાની સાફલ્યગાથા રજૂ કરતાં વિશેષ વિગતોથી કેન્દ્રિય મંત્રીને વાકેફ કર્યા હતા. કેન્દ્રિય મંત્રીએ કેન્દ્ર સરકારની યોજનાઓના સુચારૂ અમલીકરણ વિષે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ રોડ, ગટર, ગિરનાર તીર્થક્ષેત્રમાં વિવિધ પ્રજાલક્ષી સુવિધા સહિતના મુદ્દે ત્વરિત કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે મંત્રીએ સજીવ ખેતી અને તેના માર્કેટિંગ માટે ખેડૂતોને પ્રેરિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ તકે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, કલેક્ટર મીરાંત પરીખ, મ્યુ. કમિશ્નર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!