કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લા ભવનના સોલાર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને મંત્રીએ જિલ્લા પંચાયતની આ પર્યાવરણ રક્ષક પહેલને બિરદાવી હતી. આ તકે ઇન્ચાર્જ કલેક્ટર મિરાંત પરિખે સોલાર પ્રોજેક્ટની ક્ષમતા, વીજબીલમાં બચત સહિત સોલાર પ્રોજેક્ટની જીનવટભરી માહિતીથી મંત્રી શ્રી પિયુષ ગોયલને વાકેફ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના ૧૫માં નાણાપંચના અનુદાનમાંથી અંદાજે ૬૮ કિલોવોટની ક્ષમતાનો આ સોલાર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના મારફત જિલ્લા પંચાયતની સમગ્ર કચેરીઓમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા સહિતના મહાનુભાવો સાથે રહ્યા હતા.