બ્રહ્મલીન તનસુખગીરી બાપુના વારસદારો દ્વારા હરીગીરી, પ્રેમગીરી તેમજ ચાદરવિધીમાં હાજર રહેલા સામે ઉચ્ચ કક્ષાઅે રજુઅાત કરાઈ
જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી મંદિરોના મામલે ભારે વિવાદ ઉઠવા પામેલ છે. ખાસ કરીને અંબાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરી બાપુના દેવવિલય બાદ જે ઘટનાક્રમ સામે અાવ્યો તે મુજબ અંબાજી મંદિર ઉપર કબ્જા જમાવવા તમામ દાવપેચ પ્રપચ ખેલી અને કબ્જા જમાવવાની ભારે હિલચાલ કરવામાં અાવી હતી. તેવા અાક્ષેપ થઈ રહ્યા છે. અા સાથે જ તનસુખગીરી બાપુની ધુળલોટ વિધી સમયે જ નવા મહંત તરીકેની ચાદરવિધી અને નવી નિમણુંક કરી નાખવા મુદ્દે ભારે ધમાસાણ મચી જવા પામ્યું હતું. તનસુખગીરી બાપુના પરિવારજનોઅે અાત્મવિલોપનની ચિમકી પણ અાપી હતી અને વધુ અેક ડગલું અાગળ વધી ગઈકાલે પોલીસમાં અેક ફરિયાદ અરજી પણ અાપવામાં અાવી છે. હરીગીરી તેમજ તેના મળતીયા વિરૂધ્ધ પોલીસને અાપેલી અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં અાવ્યો છે કે તનસુખગીરીબાપુની માલિકીની ભીડભંજનની જગ્યામાં બળજબરીથી ઘુસી જઈ અને અા જગ્યા પચાવી પાડવાનું કાવતરૂ કરવામાં અાવ્યું હોવાના અાક્ષેપ સાથે ફરિયાદ અરજી પલીસને અાપતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. અા અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના દેહવિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળલોટની વિધી વખતે ભવનાથ મંદિરના મહંત હરિગીરીઅે જૂના અખાડાના પ્રેમગીરીની ચાદરવિધી કરી નાખ્યા બાદ તનસુખગીરીજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા-પૂજા કરતા તેજસભારથી રસીકભારથીઅે બંને સામે અે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી અાપી છે. અરજીમાં અેવો અાક્ષેપ કર્યો છેકે, તેઅોઅે સમાધિ વખતે જોહુકમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરૂપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાકધમકી અાપી સમાધિની કાર્યવાહી કરી હતી. તા. ૧૯ નવેમ્બરે બંનેઅે બીજા અંગત મળતિયા અને પચાસેક સાધુ મહાત્માઅોને સાથે રાખી યોગેશગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી પાસે બળજબરીથી મિડિયા સામે ખોટું નિવેદન દેવડાવ્યું હતું. બીજા દિવસે ધૂળ લોટના પ્રસંગે પોતાના કુટુંબની ઇચ્છા વિરૂદ્ધ તા. ૨૦ નવે.ના રોજ કુટુંબીજનો ઉપર હુમલો અને ગેરકાયદેસર અવરોધ કરવાની તૈયારી કરી ખોટી રીતે ગુરૂ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા. અાથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરાઇ છે. દરમ્યાન અે ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઅાઈ બી.બી. કોળીઅે જણાવ્યું હતું કે, અરજીનો અભ્યાસ કર્યા બાદ અાગળની કાર્યવાહી કરવામાં અાવશે તેમ જણાવ્યું હતું.
ગિરનાર પરનાં અંબાજી મંદિરની જગ્યા વંશપરંપરાગત માલિકીની
અરજીમાં અેવું પણ જણાવ્યું છેકે, તનસુખગીરીબાપુને અા જગ્યા તેમના ગુરૂ દ્વારા નવાબ વખતે કાયદેસર લેખથી ખરીદવામાં અાવી હતી. અા રીતે ભીડભંજન મહાદેવની જગ્યા પણ પોતાના કુટુંબની વંશપરંપરાગત માલિકીની છે. અા સાથે તેને લગતા નવાબ સમયના રૂક્કા પણ અરજીમાં સામેલ કરાયા છે. જેમાં નવાબી સમયમાં જગ્યાનો કબજો તનસુખગીરીજીનાં ગુરૂને અપાયાનો ઉલ્લેખ છે.
આભાર – નિહારીકા રવિયા