રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જેતલસરના જય વરુની જન્મજાત વળી ગયેલા પગની નિઃશુલ્ક સારવાર

0

આર.બી.એસ.કે.ની તપાસમાં રોગનો ખ્યાલ આવ્યોસર્જરી બાદ બાળક ઉભું રહેતા થઈ ગયું

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની નિયમિત તપાસ કરવામાં આવતી હોઈ છે. ત્યારે આર.બી.એસ.કે. ટીમ દ્વારા જેતપુર તાલુકાના જેતલસર ગામે બાળકોની તપાસ દરમ્યાન ‘ક્લબ ફુટ’ની બાળપણથી જ વળી ગયેલ પગની બીમારી જય રણમલભાઈ વરુમાં જોવા મળી હતી. ટીમ દ્વારા ગત. તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બાળક જયનું ૪-ડી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ બીમારી કન્ફર્મ થતા ટીમ દ્વારા જયના પરિવારજનોને આ અંગે જાણ કરી વિશેષ સારવાર, નિદાન અર્થે જૂનાગઢ સિવિલ ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. જયને તેમના પરિવારજનોએ ગત વર્ષ નવેમ્બરની ૨ જી તારીખે જૂનાગઢ સિવિલ ખાતે વિશેષ તપાસ કરાવી તેની સારવાર શરુ કરવામાં આવી હતી. અહીં બાળકના બંને પગમાં કુલ પાંચ તબક્કામાં પ્લાસ્ટર ફિટ કરવામાં આવ્યાં હતાં. આશરે એક વર્ષની સારવાર બાદ હાલ બાળક તેના પગ પર ઉભું રહી શકે છે. આર.બી.એસ.કે. દ્વારા જન્મજાત બાળકમાં રહેલી ખામીને શોધી તેને પગભર બનાવવા બદલ જયના પરિવારે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

error: Content is protected !!