જૂનાગઢ કલેકટર કચેરી, પ્રાંત કચેરી ખાતે ઈવીએમ-વીવીપેટનું નિદર્શન કેન્દ્ર કાર્યરત કરાયા

0

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે. આ ચૂંટણી ઇવીએમ-વીવીપેટ મશીનોથી કરવામાં આવી રહી છે. જેમાં બેલેટ યુનીટ, કંટ્રોલ યુનીટ તથા વીવીપેટનો મશીનનો ઉપયોગ થાય છે. નાગરિકો આ મશીનોની કાર્યપ્રણાલી તથા મતદાન મથક ઉપર મત આપતા સમયે કાર્યાંન્વીત યાંત્રિકી પ્રક્રિયાથી બધા જાગૃત થાય તે હેતુથી જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી, સંબંધીત વિધાનસભા મતવિસ્તારની પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ ખાતે ઇવીએમ-વીવીપેટનું નિદર્શન માટે નિદર્શન કેન્દ્ર ઉભો કરવામાં આવેલ છે. જેનો બહોળા પ્રમાણમાં નાગરીકો દ્વારા લાભ લેવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જૂનાગઢ દ્વારા રાજકીય પાર્ટીઓના લોકોને તથા સામાન્ય જનતાને આ નિદર્શન કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇ, ઇવીએમ-વીવીપેટનું નિદર્શન નિહાળવા ચૂંટણી શાખા દ્વારા અપીલ કરવામાં આવે છે.

error: Content is protected !!