માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટી ખાતે સાર્વજનિક ગણપતી ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન

0

માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટીના રહીશો દ્વારા પ્રથમ વખત સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાનો આયોજન કરાયું હતું. જેમાં ગણપતી બાપાની મહાઆરતી, પુજા, આરધના સાથે સમાજના લોકોમાં પર્યાવરણ તેમજ પ્રકૃતિ બચાવવા માટે પણ એક અલગ મેસેજ જાય તે માટે ગણેશજીની ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિની ખુબ જ શ્રદ્ધાભેર સ્થાપના કરાઈ છે. તેમજ રહીશો દ્વારા પ્રકૃતિ પ્રેમ દર્શાવાની સાથે જ ઈશ્વરીય તાદાત્મ્ય જાડવવા આ મૂર્તિનું વિસર્જન પણ સોસાયટીમાં જ કરાશે તેમજ તેમાંથી થયેલ માટી સોસાયટીના દરેક રહીશોને પ્રસાદી સ્વરૂપે દરેકના ઘરોમાં તુલસી અને ફુલના કુંડાઓમાં અથવા વૃક્ષરોપણના ઉપયોગમાં લેવામાં આવશે. આ સાથે દરરોજ સાંજે રહીશો દ્વારા દરેક પોતાના ઘરે અલગ-અલગ આરતીની થાળી બનાવી સમુહમાં મહાઆરતીનો આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પુર્ણપ્રકાશજી, માંગરોળ મામલતદાર પરમાર, ડીવાયએસપી કોડીયાતર, પીએસઆઇ પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, નોકરિયાત સહકારી મંડળી તેમજ પેન્શનર સમાજના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ ગિર-સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિતના આગેવાન અને ગાયત્રી ભવાની સોસાયટીના ભાઇઓ-બહેનોએ મોટી સંખ્યામાં દર્શનનો તેમજ મહાઆરતીનો લાભ લીધો હતો. આ ગણેશોત્સવને સફળ બનાવવા ગાયત્રી ભવાની સોસાયટીના ભાઇઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!