Monday, February 6

જૂનાગઢનાં શનિ મંદિરે ગણેશોત્સવમાં શુક્રવારે યજ્ઞમાં એક હજાર લાડુ અને બે લાખ ધોકડથી આહુતિ અપાશે

0

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે ગણપતિ દાદાની વિધિવત સ્થાપના સાથે પૂ. તુલશીનાથ બાપુનાં સાંનિધ્યમાં ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહયો છે. જેમાં તા. ૯ને શુક્રવારનાં રોજ સવારે હવન યોજાશે. જેમાં એક હજાર લાડુની તેમજ બે લાખ દુર્વા (ધોકડ)ની આહુતિ આપવામાં આવશે અને વિશ્વ કલ્યાણ અર્થે પૂ. બાપુ પ્રાર્થના કરશે અને બપોરે એક કલાકે યજ્ઞમાં બિડુ હોમાશે અને ત્યારબાદ વિધિવત રીતે ઉત્સવની પૂર્ણાહુતિ થશે. આ અવસરે ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા પૂ. તુલશીદાસ બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

error: Content is protected !!