વેરાવળનાં રામદેવજી મંદિરે પૂજા-અર્ચના કરી બાવનગજની ધ્વજા ચઢાવાઈ, ધર્મોત્સવ યોજાયો

0

વેરાવળ શહેરમાં ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ધર્મના આરાઘ્યદેવ શ્રી રામદેવજીના જન્મ જયંતિ પ્રસંગે ગઈકાલે બપોરે ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી કામનાથ મંદિર ખાતે પૂર્જા અર્ચના કરાયેલ જેમાં સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ કીરીટભાઇ ફોફંડી, અધ્યક્ષ લખમભાઇ ભેંસલા, સી ફુડ એસો.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદીશભાઇ ફોફંડી, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, પૂર્વ પ્રમુખ મંજૂલાબેન સુયાણી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, લોધી સમાજના પટેલ ચુનીભાઇ ગોહેલ, ઉપપટેલ મોહનભાઇ ભારાવાળા, બાબુભાઇ ગોહેલ, સી ફુડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ કેતનભાઇ સુયાણી, મનસુખભાઇ સોનેરી, કીશનભાઇ ફોફંડી, રાજેશભાઇ સુયાણી, મનસુખભાઇ સુયાણી, ચુનીભાઇ વણીક, જેઠાભાઇ ગંડેરી, વેલજીભાઇ ફોંફડી, પ્રભુદાસભાઇ ગોહેલ, ગોવિંદભાઇ વણીક, રમેશભાઇ ફોફંડી (એમ.આર.એફ.), પ્રભુદાસભાઇ ભેસલા, ચુનીભાઇ સુયાણી, મનસુખભાઇ વઘાવી, સહીતના આગેવાનો, પંચ સભ્યો જાેડાયેલ હતા અને કૃષ્ણનગરમાં નવા રામ મંદિર થઇ ગર્લ્સ હાઇસ્કૂલ, ગાંધી ચોક, સુભાષ રોડ, સટ્ટા બજાર, કાકા સેન્ડવીચ, ટાવર ચોક થઇ જાલેશ્વર ખાતે
શ્રી રામદેવજી મંદિરે પહોંચેલ જયાં સમાજના આગેવાનો દ્વારા મંદિરે બાવન ગજની ભવ્ય ઘ્વજા પૂજા-અર્ચના કરી મંદિર ઉપર ચડાવાતા ધ્વજારોહણનો ઘર્મોત્સવ શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થયેલ હતો. આ શોભાયાત્રાનું દરેક સમાજાે, સંસ્થાના પ્રમુખો, મીત્ર મંડળો સહીતનાએ ઠેર-ઠેર સ્વાગત કરેલ જેમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જીલ્લા પ્રમુખ માનસીગભાઇ પરમાર સહીતની ટીમ, દિલીપભાઇ બારડ, નરેન્દ્રભાઇ જાેટવા, તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકી, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, ભરતભાઇ ચોલેરા, ડો.પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા, ચેરમેન નિલેશભાઇ વિઠલાણી, ચીફ ઓફીસર ચેતનભાઇ ડુડીયા, વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, અશોકભાઇ ગદા, મુકેશભાઇ ચોલેરા, અનીશ રાચ્છ, ધીરૂભાઇ ખૈરેયા, પ્રવિણભાઇ આમહેડા, આમ આદમી પાર્ટીના જગમાલભાઇ વાળા, અગ્રણી જયકરભાઇ ચોટાઇ, સીંધી સમાજના આગેવાનો, સમસ્ત મુસ્લીમ સેવા સમાજના પટેલ અનવરભાઇ ચૌહાણ, ખારાકુવા ફીશ એશો. ના પ્રમુખ રફીકભાઇ મૌલાના, મેમણ સમાજના પ્રમુખ ફારૂકભાઇ, ગુલામખાન, ફારૂકભાઇ બુઢીયા, ઇન્ડ. એસો.ના ઇસ્માઇલભાઇ મોઠીયા સહીતના આગેવાનો તેમજ ઇન્ડીયન રેયોનના અધિકારી પરીખ દ્વારા ઘ્વજાજી તેમજ આગેવાનોને હારતોરા કરી સ્વાગત કરેલ હતું.

error: Content is protected !!