ગીર સોમનાથ જિલ્લામાં વિજ વિભાગના જેટકોમાં આઉટ સોર્સ તરીકે કામ કરતા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન સહિતની પડતર આઠ મુદાકિય માંગણીઓ સાથે વિશાળ રેલી કાઢી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ. જેમાં જાે સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ગઈકાલે જિલ્લામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની પેટા કંપની જેટકોમાં ફરજ આઉટ સોર્સીગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ “સમાન કામ સમાન વેતન” ના સૂત્રોચ્ચાર પોકારતી વિશાળ રેલી કાઢી હતી. આ રેલી ઈણાજ ખાતે જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચી પડતર માંગણીઓને લઈ રાજય સરકારને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપેલ હતુ. જેમાં કર્મચારીઓએ જણાવ્યા મુજબ જેટકો કંપનીમાં વિવિધ કોન્ટ્રાકટર હેઠળ આઉટ સોર્સિંગથી છેલ્લા ૧૫ વર્ષના અનુભવ ધરાવતા અમારા જેવા કર્મચારીઓને માત્ર ૭ થી ૮ હજાર જેવુ મામુલી વેતન આપવામાં આવ્યુ છે. અમો એક કૌશલ્ય (સ્કીલ) કર્મચારી તરીકે કામ કરવા ઉપરાંત અમારૂ ભણતર ડીપ્લોમાં અથવા આઈ.ટી.આઈ. હોય તેમજ કામ કરવા માટે પુરતો અનુભવ હોવા છતાં વેતનમાં કોઈપણ જાતનો ફાયદો કે લાભ આજદીન સુધી મળ્યો નથી. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલ મોંઘવારી પ્રમાણે દૈનિક દર મીનીમમ રૂ.૭૦૦ હોવા જાેઈએ અને માસિક વેતન રૂ.૧૮,૨૦૦ મળવા પાત્ર હોવાની સામે અમોને માત્ર ૭ થી ૮ હજાર જેવી રકમ આપી અમારૂ શોષણ થાય છે. વર્ષના અંતે મોંઘવારી મુજબ ૩ થી ૧૦ % વેતનમાં વધારો મળવો જાેઈએ. કર્મચારી તથા પરીવાર માટે મેડીકલ ભથ્થુ તથા રહેણાંક ખર્ચ મળવો જાેઈએ. કર્મચારી હાઈવોલ્ટેજ સિસ્ટમમાં જાેખમી કામ કરતાં હોવાથી કર્મચારીઓને રીસ્ક એલાઉન્સ પણ આપવું જાેઇએ. દર વર્ષે કર્મચારીઓને બોનસ જેવા લાભો આપવા જાેઇએ. આઉટ સોર્સિંગ કર્મચારીની સ્કીલ કૌશલ્ય અનુભવોને ધ્યાને લઈ ભવિષ્યમાં થતી કાયમી ભરતીમાં ૨૦ જગ્યામાં પરીક્ષા કે ઈન્ટરવ્યુથી ભરતી થવી જાેઈએ. આ માંગણીઓ ૧૦ દિવસમાં નહીં સંતોષાય તો તા.૧૫ સપ્ટે. ના રોજ સવારે ૧૦ વાગ્યે કાર્યસ્થળ ઉપર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે. તેમ છતાં માંગણીઓને નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ધરણા, પેનડાઉન જેવા આંદોલનત્મક કાર્યક્રમો કરવાની અંતમાં ચીમકી ઉચ્ચારી છે.