જૂનાગઢનાં ઈતિહાસ લેખક-પ્રાધ્યાપક ડો. પ્રદ્યુમન ખાચરની અનોખી સિધ્ધિ

0

મહારાષ્ટ્રીયન લોકો દત્ત ભગવાનમાં ખુબ જ આસ્થા ધરાવે છે અને દર પુનમે મુંબઈથી ખાસ ગિરનાર દત્ત ભગવાન મંદિરે દર્શન કરવા આવે છે. આવા એ ગિરનારનો ઈતિહાસ જૂનાગઢનાં રાજય ગૌરવવંતા ઈતિહાસકાર-પ્રાધ્યાપક ડો. પ્રદ્યુમન ખાચરે ‘ગિરનાર ઈતિહાસ’ પુસ્તક લખેલ છે. જે પુસ્તકનું મહારાષ્ટ્રીયન આસ્થાપ્રેમી ભાવિકોએ મરાઠી ભાષામાં અનુવાદ કરાવી તેનાં વિસ્તારોમાં વિનામુલ્યે વિતરણ પ્રારંભ કર્યો છે. ગુજરાતીમાંથી મરાઠી અનુવાદ વૈજયંતિબેન ગુપ્તાએ સેવા આપી અને ૩પ૦ પાનાના આ પુસ્તકનો અનુવાદ પૂર્ણ થતાં પ્રકાશિત પુસ્તક ડો. પ્રદ્યુમન ખાચરને અર્પણ કરાયું હતું. એટલું જ નહી તે લોકોએ પ્રદ્યુમન ખાચરને પુરસ્કાર આપવા ઓફર કરી ત્યારે પ્રદ્યુમન ખાચરે આભાર સ્વીકારી કરી જણાવ્યું કે આપના આવા ઉમદા કાર્યમાં હું સહભાગી થયો તેનો મને આનંદ અને પરમાત્માનાં પૂજન સમો અવસર મળ્યો છે. આમ જૂનાગઢનાં ઈતિહાસ લેખકનું આંતરરાજય લેખન સન્માન થયું છે.

error: Content is protected !!