જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીથી માહિતગાર કરાયા

0

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ એનોવેશન પોલિસી SSIP અંતર્ગત વિદ્યાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે દરેક વિદ્યાર્થીઓ આ SSIPથી માહિતગાર થાય તે હેતુથી આ વિશેષ વ્યાખ્યાનનું આયોજન SSIP કોર્ડીનેટર ડો. ભાવનાબેન ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે SSIPના તજજ્ઞ તરીકે પ્રિ. ડો. પી.વી. બારસિયા જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ સંશોધન કરી શકે છે. કોઈ કાર્ય અશકય નથી. વૈજ્ઞાનિક ન્યુટન જેવા કેટલાય વૈજ્ઞાનિકના દષ્ટાંત દ્વારા વિદ્યાર્થીઓને SSIPના મૂળમાં શું રહેલું છે. આ ઉપરાંત પોતાના અનુભવ આધારે કોઠાસૂઝને ઈનોવેટિવ વિચારમાં બદલાવી શકાય તેવી પ્રેરણાત્મક વાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ અનોખું વ્યકિતત્વ ધરાવે છે. દરેકની અંદર શક્તિ છુપાયેલી છે. તેને ઢંઢોળવાની જરૂર છે. થોડી મહેનત કરવાની જરૂર છે. હાલ SSIP૨.૦ જે ૨૦૨૨ થી ૨૦૨૭ના પાંચ વર્ષના આ સમય ગાળામાંSSIPમાં જાેડાવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. અંતમાં આ પ્લેટફોર્મના માધ્યમથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સરકારની આ યોજનાનો લાભ લે તે ઉદેશ્ય સાથે આ પોલિસીની ઝીણવટ ભરેલ માહિતી આપી હતી. આ SSIP લેક્ચરમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જાેડાયા હતા. કાર્યક્રમના અંતમાં SSIP સહ-કોર્ડીનેટર પ્રો. અમીન સમાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SSIP સમિતિના પ્રો. આર.એચ. પરમાર, ડો. દિનાબેન લોઢીયા, પ્રો. દીપિકાબેન કેવલાણી, પ્રો. રાજીવભાઈ ડાંગર તથા સમગ્ર કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. આ પોલીસીનો સમયગાળો તા.૧૦-૧-૨૨ના રોજ પૂર્ણ થયેલ છે, જેથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી(SSIP ૨.૦)ને વધુ પાંચ વર્ષ માટે(જાન્યુઆરી, ૨૦૨૨થી માર્ચ, ૨૦૨૭) અમલમાં મૂકવામાં આવેલ છે. SSIP ૨.૦ અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબનો સપોર્ટ પુરો પાડવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યની યુનિવર્સિટીઓ ખાતે ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા અને ઇનોવેશન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આગામી પાંચ વર્ષમાં મહત્તમ રૂા.૫.૦ કરોડ સુધીનો લાભ અને રાજ્યની સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે આગામી પાંચ વર્ષમાં રૂા.૨.૭ કરોડ સુધીનો લાભ. ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ માટે IP ફાઇલિંગ સપોર્ટ. (સ્થાનિક માટે રૂા.૭૫,૦૦૦ સુધી અને અન્ય દેશોમાં ફાઇલ કરવા માટે રૂા.૧.૫૦ લાખ સુધી) સ્ટાર્ટઅપ/ઇનોવેશન માટે મહત્તમ રૂા.૧૦.૦૦ લાખ રૂપિયા સુધીના સ્ટાર્ટઅપ્સને સીડ ગ્રાન્ટ.યુનિવર્સિટીઓ/સંસ્થા/ઇન્ક્યુબેટરને જાગૃતિ કાર્યક્રમો/બૂટકેમ્પ/સેમિનાર/કોન્ફરન્સહોસ્ટ કરવા માટે નાણાંકીય સહાય તેમજ ઓપન ઈનોવેશન ચેલેન્જ પ્રોગામ દ્વારા ઈનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને રૂા.૨.૫૦ લાખ સુધીનો સપોર્ટ અપાશે.

error: Content is protected !!