ગણિત, વિજ્ઞાન વિષયમાં ઇનોવેશનની કામગીરી કરનાર શિક્ષક તુષાર પંડ્યાને જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા

0

શિક્ષક દિન નિમિતે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા/તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ રાજ્ય મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રાથમિક શિક્ષક તુષાર પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ તાલુકાના મંડલીકપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તુષાર પંડ્યાને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શાળામાં બાળકોને ગણિત, વિજ્ઞાન વિષય સહેલાઇથી સમજાય તે માટે વિવિધ પ્રયોગ અને રમતો સાથે ભણાવવામાં આવે છે. તેમજ ખગોળ વિજ્ઞાનમાં શાળાના બાળકોને આકાશ દર્શન સાથે વિવિધ ગ્રહ અને ઉપગ્રહની માહિતી આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા અભ્યાસક્રમ મુજબ એનસીઆરટી પાઠ્‌ય પુસ્તક મુજબ જૂનાગઢ જિલ્લાના સ્ટેટ રીચર્સ પર્સન તરીકે કામ કરે છે. જેમાં નવો અભ્યાક્રમ બાળકોને ગણિત, વિજ્ઞાન સહેલાઇથી કેમ ભણાવવું તેની શિક્ષકોને તાલીમ આપે છે. શિક્ષકોને તાલીમ માટે મોડ્યુલેખન, વૈદિક ગણિત તૈયાર કરવામાં આવ્યા છે. તેમની આ કામગીરીને કારણે શિક્ષક દિન નિમિતે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીના હસ્તે રોકડ રૂા.૧૫ હજાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

error: Content is protected !!