ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન નાદિર ગોદરેજએ કહ્યું છે કે, આપણે દેશનું વિભાજન કરવાનાં પ્રયાસો બંધ કરવા જાેઈએ અને સરકારને આ પાસા ઉપર વધુ ધ્યાન આપવા વિનંતી કરી હતી. ઉદ્યોગપતિઓ દ્વારા આવી ટિપ્પણીઓ ભાગ્યે જ જાેવા મળે છે. જેઓ સામાન્ય રીતે સામાજીક અથવા રાજકીય બાબતો ઉપર બોલવાનું ટાળે છે. દિવંગત ઉદ્યોગપતિ રાહુલ બજાજે ર૦૧૯માં કહ્યું હતું કે, બદલો લેવાનાં ડરને લીધે ઉદ્યોગનાં લોકોને સત્ય બોલતા અટકાવે છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં મેનેજિંગ ડિરેકટરે જણાવ્યું હતું કે, જયારે દેશ આર્થિક મોરચે ખૂબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે અને નાણાંકીય સમાવેશ અને શિક્ષણ જેવા કલ્યાણકારી પગલા પણ હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ દેશને એકીકૃત કરવા માટે પ્રયત્નો કરવા જાેઈએ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, આપણે દેશને એકીકૃત કરવાનો પ્રયાસ કરવાની અને દેશનાં ભાગલા પાડવાનું બંધ કરવાની જરૂર છે. મને લાગે છે કે, તે અગત્યનું છે અને મને ખાતરી છે કે, સરકાર પણ આર્થિક વિકાસની જરૂરિયાતને ઓળખે છે અને આપણે તેનાં ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. જયારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ઉદ્યોગને પણ આ મોરચે વધુ કરવાની જરૂર છે, ત્યારે તેમણે કહ્યું કે, અલબત, ઉદ્યોગોએ શકય તેટલું સમાવિષ્ટ બનવાનો પ્રયાસ કરીને પણ આવો કરવાનો પ્રયાસ કરવો જાેઈએ અને સરકારે પણ વધુ પ્રયાસો કરાવ જાેઈએ. આદિ ગોદરેજ, નાદિરનાં મોટાભાઈ અને પુરોગામી જેમણે વ્યવસાયનું સંચાલન કર્યું હતું, તેણે પણ ર૦૧૯માં ચેતવણી આપી હતી કે, દેશમાં વધતી જતી અસહિષ્ણુતા અને નફરતનાં ગુનાઓ દેશને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે. અગાઉ ઈવેન્ટમાં બોલતા નાદિર ગોદરેજે કવિતાનાં સ્વરૂપમાં ભાષણ આપ્યું હતું જેમાં ઘણા મુદ્દાઓ ઉપર વાત કરી હતી. ઉદ્યોગપતિએ કહ્યું કે, તેઓ વધુ મુકત અભિવ્યકિત જાેવા માંગે છે અને રાજયનો વિરોધ કરતા અવજાેને કચડી નાખવા જાેઈએ નહી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જરૂર છે, જયાં સક્રિય ચર્ચા હોય છે જયાં વિચારો રજૂ થઈ શકે. અમારા વિચારો માનવતાવાદી હોવા જરૂરી છે, સાંપ્રદાયીક નહી, તેમણે ઉમર્યું હતું કે, જયારે ખુશ થવાનાં ઘણા કારણો છે, ત્યારે કયારેક ડર રહે છે કે આપણે પાછળ જઈ રહ્યા છીએ. અમને મજબૂત સંસ્થાઓની જરૂર છે. તેમને બનાવવામાં લાંબો સમય લાગે છે પરંતુ તેઓને ઝડપથી ઉથલાવી શકાય છે અથવા તોડી શકાય છે. તેમણે કહ્યું કે, વ્યવસાયોએ એ પણ સમજવાની જરૂર છે કે, નફો એ એકમાત્ર ધ્યેય નથી અને તેમણે ભાર મુકયો કે વ્યકિત બીજાનું સારૂ કરીને પણ પોતાનું સારૂ કરી શકે છે. અમારે સામાજીક અધિકારો અને આર્થિક વૃધ્ધિ બંને માટે મહત્વાકાંક્ષા રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, અસમાનતા ભયાનક છે અને વધુ મુશ્કેલ બની રહી છે. ઈએસજી(પર્યાવરણ, સામાજીક, ગવર્નન્સ)ની બોર્ડરૂમ ચર્ચાઓ ઉપર પ્રભુત્વ ધરાવતી વર્તમાન થીમ ઉપર પ્રકાશ પાડતા ગોદરેજે જણાવ્યું હતું કે, આપણને એવી દુનિયાની જરૂર નથી જે ફકત હરિયાળી હોય પરંતુ એવી નવી દુનિયા બનાવવાની જરૂર છે જે હરિયાળી, ન્યાયી અને અસમાનતાને દુર કરે. દરેક વ્યકિતનાં માનવ અધિકારને ધ્યાનમાં રાખવા જાેઈએ. ફ્રીબીઝનાં મુદ્દા અંગે તેમણે કહ્યું કે, અર્થતંત્ર તેની પ્રગતિમાં તમામ કાર્ય કરી શકતું નથી અને આ વિષય ઉપર નિર્ણાયક પગલા માટે સુપ્રિમ કોર્ટની ટિપ્પણીને પણ આવકારી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારી ખર્ચ જાહેર આરોગ્ય અને શિક્ષણ ઉપર થવો જાેઈએ. ઉદ્યોગપતિએ તેમની ચિંતાઓમાં કેન્દ્ર-રાજય વચ્ચેનાં સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અર્થવ્યવસ્થા ઉપર તેમણે કહ્યું કે, જીએસટી કલેકશન એક આશાજનક સંકેત છે અને ઉમેર્યું હતું કે, અમે વધુ સારા ટ્રેક ઉપર છીએ. કારણ કે, કોમોડિટીનાં ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને સ્થાનિક ફુગાવાનો દર ઘટવો જાેઈએ. અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે અને એવા સંકેતો છે કે તે હજુ ઝડપથી વધશે.