જૂનાગઢ જીલ્લા જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવ્યો છે. મહિલા જેલ સહાયક ક્રિષ્નાબેન જે. કોટડીયા(ઉ.વ.ર૭) રહે.જેલ સ્ટાફ કવાર્ટરએ જાતે ફરિયાદી બની કાચાકામનાં મહિલા આરોપી વર્ષાબેન સમીરભાઈ સોલંકી વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, કાચાકામનાં મહિલા આરોપી વર્ષાબેન સમીરભાઈ સોલંકીની અંગઝડપી કરતા વીવો કંપનીનો વાદળી કલરનો એન્ડ્રોઈડ ફોન-૧, બેટરી સાથેનો, સીમ કાર્ડ વગરનો તથા ડેટાકેબલ સાથે ચાર્જર વિગેરે મળી આવેલ છે. મોબાઈલ ફોન રૂા.પ૦૦ કિંમતનો જેલ પ્રતિબંધીત વસ્તુઓ પાસે રાખી ગુનો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.પી. ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જૂનાગઢમાં સગીરવયની બાળાની છેડતી
જૂનાગઢનાં અનુરાધા પાર્ક, ગણેશનગરની પાછળ, જાેષીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીની છેડતી કરવા અંગેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં મનત અરવિંદભાઈ ચુડાસમા, રાજ ઓઘડભાઈ મકવાણા(ઉ.વ.ર૪) રહે.આદિત્યનગર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીની સગીર વયની દીકરીને મનત છેડતી કરતો હોય અને પાછળ-પાછળ સ્કૂલ સુધી જતો હોય તથા ફરિયાદી તથા સાહેદને જાતીય સતામણી કરી તેમજ આરોપી નં.રએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં લોખંડનાં ચોકાની ચોરી
જૂનાગઢનાં જાેષીપરાનાં આદર્શનગર-ર ખાતે રહેતા પોલાભાઈ નથુભાઈ ગાગીયા(ઉ.વ.પ૦)એ અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનાં સ્લેબ ભરવાનાં લોખંડનાં ચોકા નંગ-પ૦ રૂા.રર,પ૦૦ની ચોરી ત્રણ અજાણ્યા શખ્સો કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદરનાં મિતડી ગામે ઝેરી દવા પીતા મૃત્યું
માણાવદર તાલુકાનાં મિતડી ગામનાં અશ્વીનભાઈ બીજલભાઈ મગરા(ઉ.વ.પ૩)એ કોઈપણ અગમ્ય કારણસર તા.૧-૯-ર૦રરનાં રોજ ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વંથલીનાં ગાંઠીલા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૮ ઝડપાયા
વંથલી તાલુકાનાં ગાંઠીલા ગામે સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને રૂા.ર૪,૭ર૦નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.