જૂનાગઢમાંથી નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા

0

જૂનાગઢ એસઓજીને મળેલ બાતમીનાં આધારે ત્રણ ઈસમો ડ્રગ્સનાં જથ્થા સાથે સાબલપુર ચોકડથી આગળ દોલતપરા જવાનાં રસ્તે પુલથી આગળ ગ્રાહકોની શોધમાં ઉભેલ છે જેથી ઉપરોકત જગ્યાએ પગપાળા ચાલી થોડે દુરથી જાેતા બાતમીવાળા વર્ણનવાળા ત્રણેય ઈસમો ઉભેલ જાેવામાં આવેલ જે ત્રણેય ઈસમોને એસઓજીની ટીમ દ્વારા કોર્ડન કરી તેમની ઝડતી કરતા સદરહુ ઈસમો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૮.પ૯ ગ્રામ જેની કિંમત રૂા. ૮પ૯૦૦ તથા મોબાઈલ-૩, રોકડ રૂા. ૭૦૦ મળી કુલ રૂા. ૧,૦૧,૬૦૦નાં મુદામાલ સાથે અયુબ પીડપીડ ઘાંચી (રહે. માંગરોળ), યુનુસ હુસેન ચોરવાડા ઘાંચી (રહે. સેમરવાવ, તાલાળા) અને સલીમ હુશેનભાઈ ઘાંચી ((રહે. સેમરવાવ, તાલાળા)ને ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહીલ, પીએસઆઈ જે.એમ. વાળા, પી.એમ. ભારાઈ, એમ.વી. કુવાડીયા, સામતભાઈ બારીયા, અનિરૂધ્ધસિંહ વાંક, મજીદખાન પઠાણ, રવિકુમાર ખેર, પરેશભાઈ ચાવડા, ભરતસિંહ સિંધવ, જયેશભાઈ બકોત્રા, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, રોહિતભાઈ બારડ, માનસિંહ પરમાર, મયુક ઓડેદરા, વિશાલભાઈ ડાંગર વગેરે જાેડાયેલ હતાં.

error: Content is protected !!