જૂનાગઢનાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં કોઠારી સ્વામિ પીપી સ્વામિનો આજે જન્મદિવસ : શુભકામનાઓનો વરસાદ

0

લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને જયાં સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં હાજરા-હજુર દેવો બિરાજી રહેલા છે તેવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં કોઈપણ ભાવિકો, શ્રધ્ધાળુઓ, હરિભકતો કે સંતો પધારે એટલે મંદિરનાં પરીસરમાં વહેલી સવારથી જ મોડી રાત્ર સુધી સતત વિવિધ કાર્યોમાં જાેડાયેલા રહે તેવા નાના ઉંમરનાં અને તરવરીયા સંતનાં દર્શન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પરંપરાગત વસ્ત્રો ધારણ કરેલા અને દરેકને હસતા મુખે મીઠો આવકાર આપી અને નાનાથી મોટા સહકોઈની દેખભાળ, રહેવાની વ્યવસ્થા, બહારથી આવેલ શ્રધ્ધાળુઓ માટે ભોજન સહિતની વ્યવસ્થાની દેખરેખ રાખવી તેમજ મુખ્ય કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ વાળા) તથા રાધારમણ દેવ ટેમ્પલ સમિતિનાં ચેરમેન દેવનંદન સ્વામિ અને ટ્રસ્ટીગણ તેમજ હરિભકતોને સાથે રાખી વિવિધ સેવાકિય કાર્યો, ધાર્મિક કાર્યો અને મુખ્ય મંદિરનાં વિકાસ કાર્યોને સતત સફળતા પૂર્વક આગળ ધપાવવા માટે રાત-દિવસ જાેયા વિના સતત કાર્યરત રહેલા અને સંતોનાં કૃપાપાત્ર અને હરિભકતોનાં હૈયામાં આદરભર્યું સ્થાન ધરાવનારા સ્વામિ એટલે જ પુરૂષોત્તમ પ્રકાશદાસજી કે જેને પીપી સ્વામિનાં નામથી ઓળખવામાં આવે છે તેવા પીપી સ્વામિનાં જન્મદિવસ નિમિતે આજે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં સંતો અહીં આવનારા ભાવિકોની મનોકામનાં પૂર્ણ કરે છે તેવા આ અતિ મહત્વના અને શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્રસમા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં કોઠારી સ્વામિ પુરૂષોત્તમ પ્રકાશદાસજી(પીપી સ્વામિ)નો આજે ૪૮મો જન્મદિવસ છે. ત્યારે વરિષ્ઠ સંતો, ટ્રસ્ટી મંડળ અને હરિભકતોએ તેમનાં શુભેચ્છા અને શુભકામના પાઠવી છે.
નર નારાયણદાસજીનાં શિષ્ય સ્વામિ પુરૂષોત્તમ પ્રકાશદાસજી જેઓને સંતો અને હરિભકો પીપી સ્વામિનાં નામથી ઓળખે છે એવા પીપી સ્વામિ રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં કોઠારી તરીકે સેવા આપી ચુકયા છે. ર૩ વર્ષથી તેઓ જૂનાગઢ મંદિરમાં સેવા આપી રહ્યા છે અને ર૦૦૧માં ભુકંપ, કુદરતી આપતી વચ્ચે બેઘર બનેલા લોકોને ફુડ પેકેટ, અનાજની કિટો, વસ્ત્રો વિગેરેની સેવા આપેલ અને હાલમાં મંદિરનાં કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ રાધારમણ ટેમ્પલ સમિતિનાં ચેરમેન દેવનંદન સ્વામિ અને ટ્રસ્ટી મંડળ સાથે રહી અનેક સેવાકિય કાર્યો કરવામાં આવી રહ્યા છે. કોરોના કાળમાં આઈસોલેશન સેન્ટર શરૂ કરી, ૧૦૦થી વધુ બેડની સેવા આપેલ. તેમજ અનાજની કિટનું પણ વિતરણ કરેલ. આજે તેમનાં જન્મદિવસ નિમિતે તેમનાં મો.નં.૯૮૭૯૯૧ર૦૭ર ઉપર સાધુ-સંતો અને હરિભકતો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!