જૂનાગઢનાં મોતીબાગથી આગળ જતા રસ્તાને ડામરથી મઢવાની યુધ્ધનાં ધોરણે કામગીરી : લોકોમાં હાશકારો

0

જૂનાગઢ શહેરનાં અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક સુધીનાં ખરાબ રસ્તાને ડામરથી મઢવાની કામગીરીનાં ભાગરૂપે ગઈકાલે પુર્નઃ કામગીરી શરૂ થઈ હતી. અને બાકી રહેલા મોતીબાગથી ઈન્દીરા સર્કલ તરફ જવાનાં રસ્તાને યુધ્ધનાં ધોરણે ડામરથી મઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. અને જાેશભેર કામ આગળ વધી રહયું હોય લોકોને હાશકારો થયો હતો. જૂનાગઢ શહેરનાં અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક સુધીનાં રસ્તાને વરસાદ રહી જાય અને વરાપ નીકળે તો રીપેરીંગ અને ડામરથી મઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી હૈયાધારણા મનપાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ આપી હતી. અને ત્યારબાદ વરસાદ મોડો પડતાં અક્ષરવાડીથી ખરાબ રસ્તાને ડામરથી મઢવાની કામગીરી શરૂ થઈ હતી. આ દરમ્યાન વચ્ચે બેક દિવસનો વિરામ આવી ગયો હતો. અને ફરી પાછુ ગઈકાલથી આ રસ્તાને ડામરથી મઢવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં બાકી રહેલા રસ્તાઓમાં મોતીબાગ વિસ્તાર, ઈન્દીરા સર્કલ સુધીનો રસ્તો સવાર સુધીમાં ચકાચક ડામરથી મઢવાની કામગીરી પુર્ણતાને આરે પહોંચી હતી. અને હજુ પણ આ કામગીરી હાથ ધરી અને અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક સુધીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે. ખરાબ રસ્તા અને ખાડાખબડાવાળા રસ્તા જે સતત ધુળની ડમરીઓ ઉડાડતા હતાં તે રસ્તાઓને સારી રીતે ડામરથી મઢવામાં આવી રહયા છે. અને જેને લઈને લોકોમાં હાશકારો અનુભવવામાં આવ્યો છે.

error: Content is protected !!