જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

0

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા શિક્ષક દિનનું આયોજન પ્રિ.ડો.પી.વી. બારસિયાની પ્રેરણાથી, પ્રા.ભરત જાેશી અને ડો.ભાવનાબેન ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે જેમાં પ્રિન્સિપાલનો કિરદાર જાેશી વિશ્વા અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે છૈયા પ્રવિણા, વહીવટી કાર્ય માટે જય વ્યાસ, વેગડા શીવાની, વાઢેર માયા, શિક્ષક તરીકે ઓડેદરા પ્રતાપ, ખૂટી રાજુ, કરણ વાઢીયા, ગોપાલ મકવાણા, ચુડાસમા ક્રિષ્ના, રાયજાદા જયરાજ, ડાભી અંકિતા, છેલાણા રાહુલ, બેલીમ કૌશર, સમા શબનમ, મેવાડા હાર્દિક, કરાણીયા આશિષ, કાનુકા તનજીલા, મહેતા પ્રાર્થના, રાઠોડ કિરણ, રામાણી સ્મિત,જાદવ સતીશ વગેરે વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાનના જુદા જુદા વિષયો જેવા કે લગ્ન સમાયોજન, આંકડાશાસ્ત્ર, અસાધારણ વ્યક્તિ, બુદ્ધિ, પ્રેરણા, મનોવલણ, માનસિક સ્વાસ્થ્ય વગેરે વિષયો પર વ્યાખ્યાન આપેલ છે.
અંતમાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે થતું ગર્વ, મુશ્કેલી, તૈયારી વગેરે અંગેના પોતાના અનુભવો જણાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!