કેશોદ મામલતદાર કચેરી ખાતે જેટકોમાં આઉટ સોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું કે તમામ કર્મચારીઓ વિવિધ કોન્ટ્રાકટર આઉટ સોર્સિંગથી જેટકો કંપનીમા છેલ્લા ૧૫ વર્ષના અનુભવ ધરાવી માત્ર ૧૦૦૦ થી ૮૦૦૦ હાજર જેવા નજીવા વતનથી એક કૌશલ્ય (સ્ટીલ) કર્મચારી તરીકે કામ કરીએ છીએ અમારૂ ભણતર ડીપ્લોમાં આઈ.ટી.આઈ અથવા ડીગ્રી હોય તેમજ કામ કરવા માટે પુરતી અનુભવ હોય પરંતુ અમને વેતનમાં કોયપણ જાતનો ફાયદો કે લાભ આજદિન સુધી જાેવા મળ્યો નથી. કર્મચારીઓને હાલની મોંઘવારી પ્રમાણે માસિક વેતન ઓછું આપી આમારૂ શોષણ થાય છે. વર્ષના અંતે મોંઘવારી પ્રમાણે નક્કી કરી ૩ થી ૧૦% વેતનમાં વધારો મળવો જાેઈએ, કર્મચારી તેમજ પરિવાર માટે મેડીકલ ભથ્થું મળવું જાેઈએ, કર્મચારીના રહેણાંક ખર્ચ માટે એચઆરએ મળવું જાેઈએ, કર્મચારી હાઈવોલ્ટેજ સીસ્ટમ મુજબ જાેખમી કામ કરતા હોય જેથી કર્મચારીને રિસ્ક એલાઉન્સ પણ મળવું જાેઈએ, કર્મચારી દર વર્ષે બોનસ જેવા લાભો મળવા જાેઈએ. આઉટ સોર્સિગ કર્મચારીની સ્કીલ અનુભવ ધ્યાને લઈ ભવિષ્યમાં થતી કાયમી ભરતીમાં ૨૦% જગ્યામાં પરીક્ષા કે ઈન્ટરવ્યુ ભરતી થવી જાેઈએ હાલ કંપની અથવા સરકાર દ્વારા જે તાલીમાર્થી એપ્રેન્ટીસને ભરવામાં આવે છે તેમને વેતન પેટે ૮૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા આપવામાં આવે છે જે અમારા જેવા કોશલ્ય કર્મચારીના વેતન કરતા પણ વધારે છે. અમારી ઉપરોક્ત માંગણી દિવસ-૧૦માં નહિ સંતોષાવામાં તો તા.૧૫/૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે કાર્ય સ્થળ ઉપર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરી શું તેમજ ત્યારબાદ તા.૧૬/૯/૨૦૨૨ ના રોજ જટકો ઓફીસમાં સવારે ૧૦ઃ૦૦ કલાકે સ્વૈચ્છિક ધરણા કરીશું તેમજ તા.૧૭ /૯/ર૦૨૨ ના પણ તેમાં આઉટ સોર્સિંગ સવારે ૧૦ઃ૦૦ કલાકે સ્વૈચ્છિક હડતાલ શટ ડાઉન કરી કામ કરવાથી જેટકોના સબ સ્ટેસન કે વીજળી વિક્ષેપ પડે કે કોઈ નુકશાની થાય તેમની જવાબદારી અમોની નહિ રહેશે નહી તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. દશ દિવસમાં માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.