ભવનાથમાં અગાઉનાં મનદુઃખે દિગંબર સાધુ ઉપર હુમલો

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી, શિવદત આશ્રમ, સુદર્શન તળાવ નજીક રહેતા અને સેવાપૂજા કરતા દિગંબર શિવગીરી ગુરૂશ્રી જયદેવગીરીએ મહેશ રબારી વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને અગાઉ લાખા રબારી સાથે માથાકુટ થઈ હોય અને જેનો ખાર રાખી આરોપીએ બિભસ્ત શબ્દો કહી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાંથી જુગાર રમતા ૩ ઝડપાયા
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે જીઆઈડીસીનાં વોંકળાનાં કાંઠા નજીકથી જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને રૂા.૧ર,પપ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

વંથલીનાં બંધડા ગામે લોખંડનાં પાઈપ વડે હુમલો
વંથલી તાલુકાનાં બંધડા ગામનાં અર્જુનભાઈ ગોવિંદભાઈ જીલડીયા(ઉ.વ.૧૯)એ સાહીલ અબુભાઈ અબડા રહે.બંધડા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી પોતાનાં ઘરે હતા તે દરમ્યાન આરોપીનો ફોન આવેલ અને ફરિયાદીને જણાવેલ કે, તું ગામમાં મારી ખોટી વાતો કેમ કરે છે ? તેમ કહી તું મધુવંતી નદીનાં પુલ પાસે આવ, મારે તારી સાથે વાત કરવી છે તેમ કહી આરોપીએ ફરિયાદીને મધુવંતી નદીનાં પુલ પાસે બોલાવી તેની પાસે રહેલ લોખંડનાં પાઈપ વડે હુમલો કરી, ઈજા પહોંચાડી અને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદનાં કરેણી ગામેથી સગીર બાળાને ભગાડી ગયાની ફરિયાદ
કેશોદનાં કરેણી ગામે રહેતા એક પરિવારની ૧૪ વર્ષ ૩ મહિનાની સગીર વયની બાળાને શેરગઢ ગામનો શિવમ ઉર્ફે શિવો કાળુભાઈ બાબરીયા નામનો શખ્સ લલચાવી-ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં લોખંડનાં ચોકાની ચોરી
વંથલી તાલુકાનાં લુસાળા ગામનાં અરવિંદભાઈ કારાભાઈ પારઘી(ઉ.વ.૪પ)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, શ્રીનાથજી સોસાયટીમાં ફરિયાદની સાઈટ હાલે છે ત્યાં બે અજાણ્યા શખ્સો સ્લેબ ભરવાનાં લોખંડનાં ચોકા નંગ-૧૮ રૂા.૮,૧૦૦ની કિંમતનાં ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!