જૂનાગઢ ખાતે પાંજરાપોળની ગૌશાળા જે ઝાંઝરડા ગામથી આગળ આવી છે જેનું નામ નૂતન ગૌશાળા છે ત્યાં ગઈકાલે નધણીયાત ગાયોને આયુર્વેદિક લાડવા ખવડાવાયા હતા. આ ગૌશાળામાં બીમાર ગાય, લમ્પી વાળી ગાય તેમજ તમામ ગાયને વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર ટીમ દ્વારા લાડવા ખવડાવ્યા હતા. જૂનાગઢ મહાનગરમાં વિહિપ દ્વારા છેલ્લા એક મહિનાથી અવિરત આયુર્વેદિક લાડવા બનાવવાનું કાર્ય ચાલુ છે જૂનાગઢના તમામ વિસ્તારમાં લાડવા પહોંચી રહ્યા છે.
અમુક પેટા વિસ્તાર હજુ પણ છે કે, જ્યાં ગાય માતાને જરૂર છે તો ત્યાં પણ દરરોજ ટીમ એ વિસ્તારમાં જઈને લાડવા ખવડાવી રહી છે. આ સેવા કાર્યમાં કાર્યકર્તાઓ પરિવાર સાથે જાેડાઈ રહ્યા છે. બહેનો, બાળકો સહિતના વડીલો પણ અમારી સાથે લાડવા બનાવી રહ્યા છે તેમજ વિતરણમાં સાથે આવી રહ્યા છે. ગઈકાલે લાડવા આપીને પરત આવ્યા ત્યારે ઝાંઝરડા ચોકડીએ અગ્રણી બિલ્ડર્સ વિવેકભાઈ ગોહેલની અનાયાસે મુલાકાત થઈ, તેમણે પણ વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર ટીમનું લાડવા બનાવવાનું જે કાર્ય છે એ પ્રત્યક્ષ જાેઈને પ્રસંશા તેમજ સરાહના કરી હતી.