તાજેતરમાં હરીધામ સોખડાનાં સાધુ આનંદ સાગર અમેરીકા ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલ અને ગત તા. ર૬ ઓગસ્ટનાં શિબિરમાં વાણી વિલાસ કર્યો તેની સામે સાધુ-સંતોએ લાલધૂમ થઈ અને આનંદ સાગરને સોગંદનામું કરી માફી માંગવા માંગ કરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આનંદ સાગરએ અમેરીકામાં ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયા હતાં. દરમ્યાન તેમણે પ્રબોધસ્વામીનો મહિમા વધારવા મહાદેવનું અપમાન કરતું ભાષણ કરેલ જેનો ચારે બાજુ વિરોધ થઈ રહયો છે. સાધુ-સંતો પણ આકરા પાણીએ આવ્યા છે. આનંદ સાગરે ભાષણમાં જણાવેલ કે આત્મીયા વિદ્યાધામની ધરતી ઉપર રહેલા નિશીત નામનાં સત્સંગી યુવાનને પ્રબોધસ્વામીએ કહયું હતું કે આત્મીય વિદ્યાધામનાં ગેટ પાસે જા સાધુની આજ્ઞા માની નિશીત ગેટ પાસે પહોંચ્યો હતો. જયાં બંધ ગેટની બહાર શિવજી ઉભા હતાં. પિકચરમાં જાેઈએ છે એમ શિવજીની જટા હતી, ગળામાં નાગ વિંટેલ અને રૂદ્રાક્ષ પહેરેલ હતાં. હાથમાં ત્રિશુલ પણ હતું. અને શિવજીને જાેઈને નિશીતે પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો અને પ્રબોધસ્વામીનાં પણ આપને દર્શન થઈ જશે. ત્યારે શિવજીએ તેમને કહયું કે પ્રબોધસ્વામીનાં આપને દર્શન થાય ત્યારે શિવજીએ કહયું કે પ્રબોધસ્વામીનાં મને દર્શન થાય એવા મારા પૂણ્ય જાગૃત નથી થયા પણ તમારા દર્શન થઈ ગયા એ અહોભાગ્ય છે એમ કહી શિવજી નિશીતનાં ચરણ સ્પર્શ કરીને જતા રહયા. આવા ગપગોળા હંકારતા વાણી વિલાસનો વિડીયો કલીપ વાઈરલ થતાં તેનાં ઉગ્ર પડઘા પડયા છે. ત્યારે જૂનાગઢ
શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં શ્રી મહંત અને જુના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર સંત મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુએ આનંદ સાગરએ કરેલ વાણી વિલાસને વખોડી કાઢી આ અંગે સોગંદનામું કરી અને માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે.
પૂ. ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે આ વાણી વિલાસ કરનાર આનંદ સ્વામી આનંદ તો એનામાં છે જ નહી તે સમાજની સંપ્રદાયની અને ધર્મની દાટ વાવા સાધુ થયા છે. એ આતો સનાતન ધર્મનાં ભગવાન શિવ જે અજન્મયા છે. સાહેબ સબકા બાપ હે બેટા કીસી કા નહી, બેટા બનકે અવતરે તો સાહેબ નહી ભગવાન વિષે ટીપ્પણી કરો છો, નુગરાઓ તમે પેલા તો ગુરૂમુખી છો જ નહી. આજે એક નૌતમસ્વામીએ આ બનાવ અંગે વિરોધ કર્યો છે. દરેક સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો આનો વિરોધ કરે. મહેરબાની કરી દેવી-દેવતાઓની ટીપ્પણી કરશો નહી તમને સમાજ અને સંતો કયારેય માફ નહી કરે. અંતમાં પૂ. ઈન્દ્રભારતી બાપુએ આનંદસ્વામીને સોગંદનામું કરીને માફી માંગે તેવી માંગ કરી છે. નહી તો આ અંગે સાધુ-સમાજમાં ઉગ્ર વિરોધ થઈ રહયો છે અને આવી ટીપ્પણી કયારેય સાંખી નહી લે તેમ જણાવેલ
હતું.