જૂનાગઢમાં બ્રહ્મ રાસોત્સવનું ભવ્ય આયોજન

0

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં આગામી નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સોૈરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ રાસોત્સવ-ર૦રરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ગઈકાલે રાધાદામોદરજી મંદિર ખાતે બ્રહ્મ રાસોત્સવનાં પાસનું વિમોચન વિધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે.ડી. પંડ્યા, શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેશી તેમજ પુનિતભાઈ શર્મા(જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ)ના માર્ગદર્શન નીચે બ્રહ્મ રાસોત્સવ-૨૦૨૨ના પ્રોજેક્ટ ચેરમેન શાસ્ત્રી નરેન્દ્ર પ્રસાદ, શૈલેષ રવૈયા, રૂપલબેન લખલાણીની આગેવાનીમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ પરિવાર દ્વારા થશે. જૂનાગઢ શહેરના બ્રહ્મ સમાજની તમામ પેટા જ્ઞાતિના પ્રમુખ મહામંત્રી તેમજ આમંત્રિત બ્રહ્મ અગ્રણી, બ્રહ્મ સમાજના ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં છેલ્લા દસ વર્ષથી ભવ્ય સફળતાથી ચાલતા બ્રહ્મ રાસોત્સવ હવે ૨૦૨૨ થવાનો છે. તેમને વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝા ભાઈજીએ દિવ્ય સંદેશ પાઠવેલ છે. બ્રહ્મ રાસોત્સવના પાસનું વિમોચન વિશ્વ વિખ્યાત કથાકાર પરમ પૂજ્ય ડો. મહાદેવ પ્રસાદના હાથે રાધા દામોદર મંદિર દામોદર કુંડ ગિરનાર રોડ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં વસતા તમામ ભૂદેવ પરિવારોને વિનામૂલ્યે બ્રહ્મ રાસોત્સવમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ ગુજરાતમાં સૌપ્રથમવાર વૈદિક પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવ બ્રહ્મ ખેલૈયાઓ માટે સરકારની ગાઈડલાઇન પ્રમાણેની તમામ સગવડતા ધરાવતા બાલાજી ફાર્મ, ચોબારી રેલ્વે ફાટક પાસે જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. તેમજ આ રાસોત્સવમાં જૂનાગઢમાં રહેતા તમામ બ્રહ્મ પરિવારોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. દીપ પ્રાગટ્યમાં બ્રહ્મ સમાજના ધારાસભ્ય ભીખાભાઇ જાેષી, છેલભાઈ જાેષી, ટ્રસ્ટી હસુભાઇ જાેષી, ર્નિભયભાઈ પુરોહિત, હિમાંશુ પંડયા, મેહુલ ઉપાધ્યાય, મુકેશભાઈ મેહતા, યોગેશભાઈ પુરોહિત, મેહુલ દવે, ચિરાગ જાેશી, ભરત લખલાણી, ભરતભાઈ રાવલ, વિજયભાઈ દવે, આશીષ રાવલ, આરતીબેન જાેષી, પલવીબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન રૂપલબેન લખલાણીએ કર્યું હતું તેમ પ્રવક્તા શૈલેષ પંડયા, મંત્રી મહેશ જાેષીની યાદી જણાવે છે.

error: Content is protected !!