ભગવાન શિવજી વિરૂધ્ધ ટીપ્પણી કરનાર આનંદ સ્વામિ સહિતનાઓ સામે કડક પગલા ભરવા સંતોની બુલંદ માંગ

0

હિન્દુ સમાજનાં આરાધ્ય દેવ અને સંતો જેને પોતાનાં ઈષ્ટદેવ ગણે છે તેવા દેવાધિ દેવ મહાદેવ ભગવાન શિવજી અંગે ટીપ્પણી કરનાર આનંદ સાગર સ્વામિ વિરૂધ્ધ સાધુ-સંતોમાં રોષની લાગણી પ્રગટી છે અને ગઈકાલે ગિરનાર મંડળનાં વરિષ્ઠ સંતોએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં એક આવેદનપત્ર અને ફરિયાદ અરજી પાઠવી આનંદ સાગર સ્વામિ સહિતનાઓ સામે કડક પગલા ભરવાની માંગણી કરી છે.
સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધ સ્વામિ જુથનાં આનંદ સાગર સ્વામિએ એક પ્રવચન દરમ્યાન ભગવાન શિવજી અંગે બેહુદુ વર્તન કરેલ અને અપમાનીત કરી આ ટીપ્પણીનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો અને જેનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. શિવ ઉપાસના કરનાર લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. દરમ્યાન ગિરનાર મંડળનાં પ્રમુખ તેમજ શ્રી પંચદશનામ જુના અખાડા કાશી-વારાણસીનાં ઉપાધ્યક્ષ પૂજય મહંતશ્રી ઈન્દ્રભારતી મહારાજ ગુરૂશ્રી પ્રેમભારતી મહારાજ દ્વારા આ બનાવનાં વિરોધમાં એક નિવેદન આપેલું છે અને આનંદ સાગર સ્વામિ માફી માંગે અને સોગંદનામું કરે તેવું નિવેદન જારી કરેલ હતું. આ દરમ્યાન ગિરનાર મંડળનાં સર્વે સંતો પૂજયશ્રી ઈન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, મહાદેવ બાપુ તેમજ મહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુ સહિતનાં વરિષ્ઠ સંતો ગઈકાલે ભવનાથ પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા અને જયાં લેખિતમાં ફરિયાદ આપી અને ભગવાન શિવજી વિરૂધ્ધ ટીપ્પણી કરનાર આનંદ સ્વામિ તથા તપાસમાં ખુલ્લે તે તમામ લોકો સામે આઈપીસી કલમ ૧પ૩(ક), ર૯૮, પ૦૪ તથા ઈન્ર્ફોમેશન એન્ડ ટેકનોલોજી એકટ હેઠળ ગુનો દાખલ કરવા માંગણી કરી છે.

error: Content is protected !!