પુર્વ ધારાસભ્ય રાજસીભાઈ જાેટવાના આંગણે જીલ્લાભરના ભાજપના નેતાઓ તેમજ પર ગામના મુખ્ય આગેવાનોએ આપી હાજરી
વેરાવળ નજીકના આદ્રી ગામે મહાકાળી માતાજીના સાનીધ્યમાં તા.૧રને સોમવારે ભવ્ય લોક ડાયરો યોજાય રહ્યો છે. જેમાં લોક સાહીત્યકાર માયાભાઈ આહીર તેમજ રાકેશ બારોટ અને રસ્મીતાબેન રબારી સહિતના કલાકારો ઊપસ્થીત રહેવાના છે. ત્યારે આદ્રીગામના પનોતાપુત્ર અને પુર્વધારાસભ્ય રાજસીભાઈ જાેટવાના નિવાસ સ્થાને એક મીટીંગ મળી હતી. જેમાં જીલ્લાભરના ભાજપના આગેવાનો સાથે તમામ ગ્રામ્ય વીસ્તારોના સરપંચો, આગોવાનો ઊપસ્થીત રહ્યા હતા. કોરોના કાળના બે વર્ષ દરમ્યાન કોઈ આયોજનો નહોતા કરી શકાયા તો સાથે રાજસીભાઈ જાેટવાના પુત્ર સ્વ. મયુરભાઈના આવસાન બાદ શોકાતુર પરીવારજનોને તમામ આગોવાનો દ્વારા આશ્વાસન આપી અને જીવનનું સત્ય સ્વીકારી ફરી લોકસેવામાં પ્રવૃત થવા આગેવાનોના પ્રયાસોનો રાજસીભાઈ જાેટવાએ સ્વિકાર કરી ફરી લોકસેવામાં પ્રવૃત થવા માટે મહાકાળી માતાજીના સાંનીધ્યમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. જેના ભાગ રૂપે આગેવાનો સાથે તમામ ગ્રામ્ય વીસ્તારોમાંથી ભારેમાત્રામાં આગેવાનો, ગ્રામ્યજનો આ મીટીંગમાં ઊપસ્થીત રહ્યા હતાં. આ મીટીંગમાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ બચુભાઈ વાજા, તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ હારદાસભાઈ સોલંકી, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, વેરાવળ નગરપાલિકાના સદસ્ય બાદલભાઈ હુંબલ, મુસ્લિમ પટણી સમુદાયના પટેલ યુસુફભાઈ પાકિઝા, મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ યુસુફભાઈ કચરા, આહીર સમાજના અગ્રણી વેજાભાઈ વાળા, હમીરભાઈ વાળા સહિત તાલુકાના ૫૨ ગામના આગેવાનો, સરપંચો સહકારી ક્ષેત્રના આગેવોનો તેમજ કાર્યકરો ઊપસ્થીત રહ્યા હતા. ગુજરાતભરમાં આદ્રી ગામે યોજાતા લોકડાયરાની નોંધ લેવાય છે. આ લોકડાયરાના સ્ટેજ ઉપરથી માતાજીની આરાધના અને લોક સાહિત્યને પીરસવા કલાકારો પણ ઉત્સુક હોય છે. આ પ્રસંગે આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા અને તા.૧રને સોમવારે મહાકાળી માતાજીના આંગણે યોજાઈ રહેલ લોકડાયરામાં સૌ લોકો બોહળી સંખ્યામાં ઊપસ્થીત રહેવાનું જણાવેલ હતું. આ તકે વિવિધ આગેવાનોએ આગામી ચૂંટણી સંબંધે આપેલા વક્તવ્યના જવાબમાં રાજસીભાઈ જાેટવાએ સૌ આગેવાનો સાથે ઊપસ્થીતોને જણાવેલ કે, ચૂંટણીઓમાં ટીકીટ કોઈ પણને અપાય આપણે કમળને જીત આપવાની છે એ નીશ્ચીત છે. તો આદ્રી ગામે આગામી લોકડાયરામાં ભારે જનમેદની ઊમટવાની હોય ત્યારે મહાકાળી માતાજીના સાંનીધ્યમાં આદ્રીગામના યુવાનો દ્વારા તડામાર તૈયારી કરાય રહી છે. આ પ્રસંગે ઊપસ્થીત રહેવા પુર્વ ધારાસભ્ય અને પુર્વ બીજ નિગમના ચેરમેન રાજસીભાઈ જાેટવાએ સૌને નિમંત્રણ પાઠવ્યું છે.