જૂનાગઢનાં ગાંધીગ્રામ, શીશુમંગલ પાસે, અંજના સોસાયટી ખાતે રહેતા નીતાબેન વિજયભાઈ રાડા(ઉ.વ.૩૬)એ ગળાફાંસો ખાઈ લેતા તેમનાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતકને તેમનાં દિકરા સાથે પોતાનો જન્મદિવસ હોવાથી ફોનમાં ફોટા મુકવા બાબતે ઝઘડો થતા મૃતકે ગળાફાંસો ખાઈ લીધો હોવાની વિગતો સી ડીવીઝન પોલીસે આપી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરવાડ : જમીન પડાવી લેવા બળજબરી કરી અસહ્ય ત્રાસ આપતા ઝેરી દવા પી વૃધ્ધનો આપઘાત
માળીયા હાટીનાના આછીદ્રા ગામનાં વિપુલગીરી મનોજગીરી અપારનાથી(ઉ.વ.૩૪)એ ભાલપરા ગામનાં વિરાભાઈ ચાવડા વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને આરોપીએ પ ટકાનાં ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા અને ફરિયાદીએ રૂપિયા આપી દીધા હોવા છતાં વ્યાજ સહિત ૬૬ લાખની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી અને રૂપિયા નહી આપે તો ફરિયાદી તથા તેનાં બાપુજીને અવાર-નવાર ધાકધમકી આપી તેમજ જમીન પડાવી લેવા બળજબરી કરી ફરિયાદીનાં બાપુજી મનોજગીરી કેશવગીરીની સતામણી કરી, ત્રાસ આપી અને તેને મરવા માટે મજબુર કરતા ફરિયાદીનાં બાપુજીએ આરોપીનાં ત્રાસથી પોતાની મેળે ઝેરી દવાનાં ટીકડા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. જેથી આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેંસાણનાં મેંદપરા ગામે જુગાર દરોડો
ભેંસાણ તાલુકાનાં મેંદપરા ગામેથી પોલીસે ૪ શખ્સોને રૂા.૬,ર૩૦નાં રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે અને તેમનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મેંદરડાનાં આલીધ્રા ગામેથી દારૂની હેરાફેરી અંગે ૪ ઝડપાયા
મેંદરડા તાલુકાનાં આલીધ્રા નજીકથી પોલીસે પ્યાગો રીક્ષા તેમજ સ્પેલેન્ડર સહિત દારૂની હેરાફેરી અંગે ૪ શખ્સોને ઝડપી લઈ કુલ પાંચ સામે કાર્યવાહી કરી છે. મેંદરડાનાં પોલીસ કોન્સ્ટેબલ સુરેશ મોહનભાઈએ ઈમરાખા હબીબખા બ્લોચ રહે.ગડુ, જાવેદભાઈ હુસેનભાઈ પલેજા રહે.સોનારડી, ઈમ્તીયાઝભાઈ ઉમેદભાઈ કલોયા રહે.ગડુ, મયુરભાઈ મનસુખભાઈ રાઠોડ રહે.સોનારડી અને હાજર નહી મળી આવેલ કમલભાઈ રાડા રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ પોતાનાં હવાલા વાળી પ્યાગો રીક્ષા જીજે-૦૧-પીબી-પ૬પ૭ વાળી તથા સ્પેલેન્ડર મોટરસાઈકલ જીજે-૧૧-એઈ-૪૧૧૩ વાળીમાં ઇંગ્લીશ દારૂની કુલ ૮ બોટલ તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો મળી કુલ રૂા.૬૮,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળ : એકલવાયુ જીવનથી કંટાળી ઝેરી દવા પીધી
માંગરોળનાં છાપરા ગામે રહેતા પરિક્ષિત અરવિંદભાઈ ભટ્ટ(ઉ.વ.૩૮)નાં પત્ની છેલ્લા ચારેક વર્ષથી રીસામણે હોય, પોતે એકલવાયુ જીવન ગુજારતો હોય જેથી કંટાળી પોતાની મેળે પોતાનાં ઘરે ઝેરી દવા પી જીવનનો અંત આણેલ છે.
વંથલીનાં ધંધુસર ગામે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
વંથલીનાં ધંધુસર ગામનાં જેઠાભાઈ ઉકાભાઈ ભારાઈ(ઉ.વ.૩૦)એ કોઈ અગમ્ય કારણસર એક ખેતરમાં બગીચામાં આંબાનાં ઝાડ સાથે સુતરી દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે.
જૂનાગઢનાં વૃધ્ધનો ઓઝત નદીમાં પડી જઈ આપઘાત
જૂનાગઢનાં લોઢીયાવાડી પાસે રહેતા યોગેશભાઈ વસંતરાય મહેતા(ઉ.વ.પ૯) આર્થિક સંકળામણમાં આવી જતા પોતે પોતાની મેળે ઓઝત નદીમાં પડી જઈ અને પાણીમાં ડુબી જઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.